વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં આંતરસ્કુલ વોલીબોલ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું।

અંડર 14 ભાઈઓ અને બહેનો ની કેટેગરીમાં આંતર શાળા વોલીબોલ ટુર્નામેન્ટનુ આયોજન વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં વાપી ની ઘણી બધી શાળાઓએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટનો શુભારંભ મંગલમય પ્રાર્થના દ્વારા કરવામાં આવ્યો ત્યારબાદ શાળા ના આચાર્યા શ્રીમતી બીની પૌલે બાળકો ને શપથ ગ્રહણ કરાવડાવી પ્રતિયોગિતા ની શરૂઆત કરવામાં આવી. આ પ્રતિયોગિતા માં ભાઈઓ ની કેટેગરી મા વાપીની શ્રી ક્રિષ્ણા ઈન્ટરનેશનલ સ્કુલ પ્રથમ આવી જયારે યજમાન ટીમ શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ રનર્સ અપ રહી. બહેનોની કેટેગરીમાં શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ પ્રથમ આવી જયારે શ્રી ક્રિષ્ણા ઈન્ટરનેશનલ સ્કુલ રનર્સ અપ રહી. શાળા દ્વારા વિજેતા ટીમને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર અેનાયત કરવામાં આવ્યા. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા।
Average Rating