વાપી મહાનગરપાલિકા ફાયર ઓફીસર અને ફાયર વિભાગ ટીમ ઘટના સ્થળે પહોચી સ્થળ પરિસ્થિતિનો અંદાજ મેળવતા ।

તારીખ ૦૩-૧૨-૨૦૨૫ ના રોજ વાપી મહાનગરપાલિકા ફાયર વિભાગને ૦૨:૦૫ વાગે શ્રદ્ધા આરોગ્ય મંદિર હોસ્પિટલમાં આગ લાગેલ છે અને અમુક દર્દીઓ હોસ્પિટલમાં ફસાય ગયેલ હોવાની પ્રાથમિક માહિતી કોલ મળતાં વાપી મહાનગરપાલિકા ફાયર ઓફીસર અને ફાયર વિભાગ ટીમ ઘટના સ્થળે પહોચી સ્થળ પરિસ્થિતિનો અંદાજ મેળવતા ૩ દર્દીઓ ફસાય ગયેલ હોવાનું જાણવા મળેલ. જેના કારણે હોસ્પિટલ સ્ટાફ તેમજ આસપાસના લોકોમાં અફરાતફરી માહોલ સર્જાયો હતો ફાયર વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સંપૂર્ણ કંટ્રોલ મેળવી તમામ દર્દીઓનું સહી-સલામત રેસ્ક્યુ કરવામાં આવેલ તેમજ પ્રાથમિક સારવાર અર્થે નજીકના હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સ મારફતે મોકલી આપ્યા બાદ હોસ્પિટલ સ્ટાફ ને આગના બનાવ સમયે કેવી રીતે સ્વ-બચાવ કરવો તેમજ આગના બનાવ ન બને તે માટે શું આગમચેતી પગલા લેવા અને સાવચેતી રાખવા અંગેની ટ્રેનીંગ/માર્ગદર્શન આપવામાં આવ્યું અંતે સમગ્ર બનાવને *મોકડ્રીલ** જાહેર કરવામાં આવી।
Average Rating