વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓ ઝળક્યા ।

વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓ ઝળક્યા ।
Views: 248
1 0

Read Time:1 Minute, 59 Second

એન એસ એસ વાપી દ્વારા આંતર શાળા ક્વિઝ કોમ્પીટિશન નુ આયોજન મેરિલ એકેડમી વાપી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કોમ્પિટિશનનું આયોજન ત્રણ ગૃપમા કરવામાં આવ્યું હતું અને ત્રણેય ગૃપમા શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળાના વિદ્યાર્થીઓએ અદ્ભુત વિજય હાંસલ કરી સતત બીજા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે. આ પ્રતિયોગિતામાં વાપીની સત્તર જેટલી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાને અસાહજિક સફળતા અપાવનાર વિદ્યાર્થીઓ અનુક્રમે ગૃપ -1માં ધોરણ છ નો વિદ્યાર્થી હેરામ્બ શર્મા અને ધોરણ સાતનો વિદ્યાર્થી આનુધ શર્મા એ સેકન્ડ રનર્સ અપ ટ્રોફી પ્રાપ્ત કરી હતી અને ગૃપ-2માં ધોરણ નવ નો વિદ્યાર્થી અનમોલ શ્રીવાસ્તવ અને ધોરણ આઠનો વિદ્યાર્થી પ્રયાગ કુલકર્ણી એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું જ્યારે ગૃપ -3માં ધોરણ અગિયારના વિદ્યાર્થી યુવરાજ સીંઘ અને શૌર્ય પાઠકે સેકન્ડ રનર્સ અપ ટ્રોફી પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે. શાળાના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓ અને તેમની માર્ગદર્શક શિક્ષકોની ટીમને મેળવેલ શાનદાર સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like