વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળાના વિદ્યાર્થીઓ ઝળક્યા।

વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળાના વિદ્યાર્થીઓ ઝળક્યા।
Views: 160
1 0

Read Time:1 Minute, 35 Second

કે બી એસ કોલેજ વાપી દ્વારા RIVERA-2025 અંતર્ગત આંતર શાળા /કોલેજ વિવિધ પ્રતિયોગિતાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓએ ભાગ લઇ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જીત હાંસલ કરી હતી. જેમાં હસ્તકલા પ્રતિયોગિતામા ધોરણ અગિયાર ની વિદ્યાર્થીની ટીના પાંડે એ પ્રથમ સ્થાન તેમજ રાજવી પેઠાનીએ તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જ્યારે એડ મેઈડ શો માં નંદીની સીંગ, રુદ્રેશ ચૌબે, સ્વીટી ઝા ધોરણ અગિયાર અને કોમલ આહિરે, મોનિકા શર્મા ધોરણ બાર પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વકતૃત્વ સ્પર્ધામાં ધોરણ બાર ની વિદ્યાર્થીની પૂનમ કરાલેઅે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ટગ ઓફ વોર પ્રતિયોગિતામા બહેનો અને ભાઈઓની એમ બન્ને ટીમે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. શાળાના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓ અને તેમની માર્ગદર્શક શિક્ષકોની ટીમને મેળવેલ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like