વાપી મહાનગરપાલિકા ઘરવેરા વિભાગ દ્વારા શનિ-રવિ દરમ્યાન બે સોસાયટીમાં ઘરઆંગણે વેરો જમા કરાવવાના કેમ્પને સારો આવકાર મળ્યો હતો।
વાપી મહાનગરપાલિકા ઘરવેરા વિભાગ દ્વારા શનિ-રવિ દરમ્યાન બે સોસાયટીમાં ઘરઆંગણે વેરો જમા કરાવવાના કેમ્પને સારો આવકાર મળ્યો હતો। જેમાં બે સોસાયટીના 267 મિલકતધારકોએ રૂ.15.05 લાખનો વેરો જમા કરાવ્યો હતો અને 5% રિબેટ યોજનાનો લાભ લીધો હતો. વેરાની પાછલી બાકી તમામ રકમ ભરવાથી મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ ના વેરામાં તા.૧ થી ૩૦ જૂન સુધી શિક્ષણ ઉપકર સિવાયના વેરાઓ પર ૫% રીબેટ આપવામાં આવી રહેલ છે. એનો લાભ મોટી સંખ્યામાં મિલકતધારકો લઈ શકે એવા શુભ આશયથી કમિશ્નરશ્રી યોગેશ ચૌધરી દ્વારા વાપીમાં થયેલ નવતર પહેલ માટે ખુશી વ્યક્ત થઈ હતી. શનિવારે વાપીમાં ગોકુલ વિહાર સોસાયટીમાં 146 મિકલકતધારકોએ ઉત્સાહથી હાજર રહી રૂ.10.42 લાખનો વેરો જમા કરાવ્યો હતો. ઘરઆંગણે રહીશો આ સુવિધાનો લાભ લઈ શકે એ માટે સેક્રેટરી બિપિનભાઈ દેસાઇએ તેઓને આગોતરી જાણ કરી હતી અને આ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે વાપી મનપાનો આભાર માન્યો હતો. રવિવારે ચલામાં પ્રમુખ ઓરેકલ સોસાયટીમાં આયોજિત વેરા વસૂલાત કાર્યક્રમમાં 121 મિકલકતધારકોએ રૂ.4.63 લાખનો વેરો જમા કરાવ્યો હતો. સેક્રેટરી વિમલ પટેલ દ્વારા મનપા ઘરવેરા વિભાગના સ્ટાફની કામગીરી માટે પ્રશંસા કરવામાં આવી હતી।
Average Rating