આર. કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન,વાપીમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નિમિત્તે ‘કવિ નર્મદ જન્મજયંતી’ અને વિશ્વ ગુજરાતી ભાષાદિવસ’નો ત્રિવેણી સંગમની ઉજવણી કરવામાં આવી।
આર. કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન,વાપીમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નિમિત્તે ‘કવિ નર્મદ જન્મજયંતી’ અને વિશ્વ ગુજરાતી ભાષાદિવસ’નો ત્રિવેણી સંગમની ઉજવણી કરવામાં આવી ।આર. કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નિમિત્તે ‘કવિ નર્મદ જન્મજયંતી’ અને ‘વિશ્વ ગુજરાતી ભાષાદિવસ’નો ત્રિવેણી સંગમની ઉજવણી કરવામાં આવી હતી.પ્રસ્તુત કાર્યક્ર્મ અર્વાચીનોમાં આદ્ય ગુજરાતી સાહિત્યકાર અને બ્રિટિશ સમયના સમાજસુધારક એવા શ્રી નર્મદાશંકર લાલશંકર દવેની જન્મજયંતી હોવાથી આ દિવસને ‘વિશ્વ ગુજરાતી ભાષાદિવસ’ તરીકે પણ ઉજવવામાં આવે છે જેથી આ ત્રિવેણી સંગમને એક સાથે વિવિધ પ્રકારની સાંસ્કૃતિક કૃતિઓ દ્વારા ઉજવવામાં આવ્યો હતો. જેનાથી તાલીમાર્થીઓ પણ જ્ઞાન મેળવી શકે અને કાર્યક્રમની તાલીમ લઈ શકે.આ કાર્યોક્રમ બે વિભાગમાં વહેંચવામાં આવ્યો હતો.જેમાં પ્રથમ વિભાગમાં દીપ પ્રાગટ્ય, પ્રાર્થના, કવિ નર્મદ ઉપર વકતવ્ય તેમજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસનું મહત્વ વિશે સંસ્થાના અધ્યાપક ડૉ.વૈશાલી દેસાઈ ,આયુષી પટેલ (F. Y.B.Ed.તાલીમાર્થી) દીપ પટેલ(S.Y.B.ed તાલીમાર્થી)દ્વારા આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ વીર નર્મદ રચિત ગીતનું વીડિયો નિદર્શન તેમજ કાજલ નાયક દ્વારા ગુજરાતની વિશિષ્ટતા ઉપર નૃત્ય રજૂ કર્યું હતું.પ્રસ્તુત પ્રસંગે તાલીમાર્થીઓ માટે કાવ્યપઠન સ્પર્ધા રાખવામાં આવી હતી. કાવ્યપઠન સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડો.સારીકા પટેલ અને પ્રો.અક્ષય ટંડેલ એ ખૂબ જ ઝીણવટથી પોતાની ભૂમિકા ભજવી હતી. તેમાં પ્રથમ ક્રમે એસ.વાય.બી.એડ.ની તાલીમાર્થી આહીર તન્વી અને એફ વાય.બી.એડ.ના તાલીમાર્થીઓ માંથી પ્રથમ ક્રમે મૈત્રી પટેલ અને બીજા ક્રમે માંગેલા જિજ્ઞાસા પટેલ આવ્યાં હતાં. બીજા વિભાગમાં ગુજરાતી ભાષાનું મહત્વ સમજાવવા માટેF.Y. અને S.Y.B.Ed. ના તાલીમાર્થીઓ દ્વારા કઠપૂતળી નાટક નિદર્શન , ભવાઈ, ગરબા, ગુજરાતની વિશિષ્ટતા ઉપર વ્યક્તિગત અભિનય, એક પાત્રિય અભિનય તેમજ અંતે આદિવાસી સંસ્કૃતિનું મહત્વ દર્શાવતું ઘેરૈયા નૃત્ય સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.જેની તૈયારી ડૉ.વિમુખભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં સૌ તાલીમાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનો હેતુ જ્ઞાનનો વિકાસ કરવો અને તાલીમાર્થીઓમાં રહેલી વિવિધ પ્રકારની કળાઓ બહાર લાવી ઉત્સાહ સાથે આદાન- પ્રદાન કરવાનો રહ્યો હતો. આ ઉત્સવ રંગે ચંગે આનંદ સાથે પૂર્ણ થયો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન સંસ્થાના પ્રાધ્યાપિકા ડો.વૈશાલી દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં સહસંચાલક તરીકે ડૉ.ગુંજન વશી, ડૉ.સારિકા પટેલ અને ડૉ.વિમુખભાઈ પટેલ રહ્યાં હતાં.કાર્યક્રમના અંતે આભરવિધિ ડો.ગુંજન વશી દ્વારા કરવામાં આવી હતી .સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન શ્રી મિલન દેસાઈ સાહેબ તથા આચાર્ય ડૉ. પ્રીતિ ચૌહાણ એ અભિનંદન પાઠવ્યા હતા. ।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating