બીટ પ્લાસ્ટિક પૉલ્યુશન’ વિષય પર સંત નિરંકારી મિશનનો વ્યાપક વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન।

Views: 160
0 0

Read Time:5 Minute, 27 Second

બીટ પ્લાસ્ટિક પૉલ્યુશન’ વિષય પર સંત નિરંકારી મિશનનો વ્યાપક વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન

 

ગુજરાતમાં સાપુતારા પર્યટન સ્થળનો સમાવેશ

 

પ્રકૃતિ પરમાત્માનો અમૂલ્ય ઉપહાર સંરક્ષણ આપણી જવાબદારી

વાપી, 5 જૂન, 2025: પ્રકૃતિ માનવજીવનની સદા-સંગીની રહી છે, તેની છત્રછાયામાં સભ્યતાઓનો અને સંસ્કૃતિઓનો વિકાસ થયો છે અને તેનાથી માનવજીવનનો નિરંતર વિકાસ થયો છે પરંતુ જ્યારે માનવીએ પોતાના સ્વાર્થ માટે તેના સંતુલનમાં હસ્તક્ષેપ કર્યો છે ત્યારે આ જીવનદાયિની પ્રકૃતિ ક્ષતિગ્રસ્ત બની છે. આજનો માનવ ભૂલી જાય છે કે તે પોતે પણ આ પ્રકૃતિનો જ એક ભાગ છે. આજે પર્યાવરણીય સંકટનો પડઘો વૈશ્વિક ચેતનાને હચમચાવી રહ્યો છે ત્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા દર વર્ષે પમી જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’નું આયોજન કરવામાં આવે છે.

આ વૈશ્વિક પહેલથી પ્રેરિત થઈને સતગુરૂ માતા સુદીક્ષા જી મહારાજના દૂરદેશી અને જન કલ્યાણકારી નેતૃત્વ હેઠળ સંત નિરંકારી મિશનની સામાજિક શાખા,સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા પમી જૂનના રોજ સવારે ૮.૦૦ થી બપોરના ૨.૦૦ વાગ્યા સુધી દેશભરના કુલ અઢાર પહાડી પર્યટન સ્થળોએ એક વિશાળ વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું, જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા નિર્ધારિત ‘પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવો’ થીમ પર આધારીત છે. *સાપુતારામાં ૧૦૦ થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા. આ પ્રયાસ ફક્ત સ્વચ્છ, હરિયાળું અને સંતુલિત પર્યાવરણ તરફ એક મજબૂત પગલું તો છે જ સાથે સાથે આજની યુવા પેઢીને પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ બનાવવા અને સંરક્ષણની ભાવનાને વ્યવહારમાં મૂકવા માટે એક પ્રેરણાદાયક પગલું છે જે અભિયાન સેવા-સદભાવ અને સજાગતાને જનચેતના સાથે જોડે છે.

સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન,સચિવશ્રી જોગીન્દ્રર સુખીજાએ જાણકારી આપતાં કહ્યું હતું કે સંત નિરંકારી મિશન ૨૦૧૪થી સંયુક્ત રાષ્ટ સંઘના “યુનાઇટેડ નેશન એનવાઇરમેન્ટ પ્રોગ્રામ” અંતર્ગત પર્યાવરણ કાર્યક્રમની થીમ “વિશ્વ પર્યાવરણ દિવસ” નું આયોજન કરી રહ્યું છે. આ એક દિવસીય કાર્યક્રમ નથી પરંતુ એક સતત જનજાગૃતિ અભિયાન છે જે પ્રકૃતિ અને માનવતા વચ્ચેના સુમેળભર્યા સંબંધને ફરીથી સશક્ત બનાવે છે.

આ મેગા ઝુંબેશ હેઠળ દેશના વિવિધ કુદરતી સૌંદર્યથી ભરેલા અઢાર મુખ્ય પર્વતીય અને પર્યટન સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યા છે, જેમાં ઉત્તરાખંડના મસૂરી, ઋષિકેશ, લેન્સડાઉન, નૈનિતાલ, ચક્રાતા અને ભાવલી, હિમાચલ પ્રદેશના શિમલા-મનાલી અને ધર્મશાળા, ગુજરાતના સાપુતારા, મહારાષ્ટ્રના મહાબળેશ્વર, પંચગણી, ખંડાલા, લોનાવાલા, પન્હાલા અને સોમેશ્વર, સિક્કિમના ગેઇસિંગ અને કર્ણાટકના મનોહર નદી ટેકરીઓ ખાસ કરીને નોંધપાત્ર છે. આ સ્થળો માત્ર પ્રકૃતિના ખોળામાં સ્થિત નથી પરંતુ પર્યાવરણીય જાગૃતિ માટે સમર્પિત એવા કેન્દ્રબિંદુ પણ બની રહ્યા છે જ્યાં નિઃસ્વાર્થ સેવા અને ભાગીદારી એકસાથે સાકાર થઈ રહી છે.

 

આ અવસર પર મિશનના સ્વયંસેવકો, સેવાદળના સભ્યો, શ્રધ્ધાળુજન અને સ્થાનિક નાગરિકોએ એક થઈને પ્રાર્થના સાથે કાર્યક્રમનું આયોજન કર્યું. ત્યારબાદ યુવા સ્વયંસેવકોએ શેરી નાટકો, સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને રચનાત્મક સંદેશાઓ દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણની ખરાબ અસરો અને તેના ઉકેલો અંગે જનજાગૃતિ ફેલાવી. પર્યાવરણ સંરક્ષણ સંબંધિત પ્લેકાર્ડ અને બેનરો સાથે માનવ સાંકળ બનાવીને સમાજને પ્રેરણા મળી.

  • આ વિશ્વ પર્યાવરણ દિવસે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનનો આ સમર્પિત પ્રયાસ એક અર્થપૂર્ણ સંદેશ આપે છે કે ચાલો આપણે સાથે મળીને પર્યાવરણનું રક્ષણ કરીએ અને ભાવિ પેઢીઓ માટે સ્વચ્છ-સુંદર અને સંતુલિત પૃથ્વીનું નિર્માણ કરીએ।

 

 

 

 

 

 

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like