વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા નુ ગૌરવ – કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન ના હસ્તે પ્રતિષ્ઠિત પુરસ્કાર।
વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા નુ ગૌરવ – કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન ના હસ્તે પ્રતિષ્ઠિત પુરસ્કાર। કેન્દ્ર ના નાણા અને કોર્પોરેટ અફેર્સ વિભાગના મંત્રી નિર્મલા સીતારમન અને રાજ્ય ના નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇ વલસાડ જિલ્લાની વાપીની જ્ઞાનધામ શાળા ખાતે જી એસ ટી સેવા કેન્દ્રનાં લોકાર્પણ અર્થે ઉપસ્થિત રહ્યાં હતાં. ચંદ્રયાન-3ની સફળતા અને એ અમૂલ્ય યાદગાર ક્ષણ સાથે બાળકો સંકળાયેલ રહે અે હેતુથી વાપી તાલુકાની વિવિધ શાળાઓને ચંદ્રયાન-3 ની પ્રતિકૃતિ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. જેમાં વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના ધોરણ છ નો વિદ્યાર્થી કુશ પટેલ અને ધોરણ પાંચ ની વિદ્યાર્થીની ઉમૈકા ભારદ્વાજ ને આ અમૂલ્ય તક શ્રીમતી નિર્મલા સીતારમન ના વરદ હસ્તે ચંદ્રયાન -3 ની પ્રતિકૃતિ પુરસ્કાર રૂપે ગ્રહણ કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. શાળા પરિવાર માટે આ ખૂબ જ ગૌરવપૂર્ણ અવસર હતો. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બિન્ની પૌલે શાળા પરિવાર વતી બાળકોને મળેલ આ ગૌરવપૂર્ણ પુરસ્કાર માટે અભિનંદન પાઠવ્યા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating