વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળાના વિદ્યાર્થીઓ ક્વિઝ કોમ્પીટિશન મા ઝળકયા।

સાડત્રીસમી પોપ્યુલર ક્વિઝ કન્ટેસ્ટ -2025 અંતર્ગત વાપીના કન્નડા સંઘ દ્વારા આંતર શાળા ક્વિઝ કોમ્પીટિશન નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાપીની સત્તર જેટલી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને એમાં વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓએ ભાગ લઇ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ઓવર ઓલ ચેમ્પિયન્સ ટ્રોફી હાંસલ કરી હતી. કોમ્પિટિશન ને અલગ- અલગ ગૃપમા વિભાજિત કરવામાં આવ્યું હતું જેમાં ગૃપ 4 માં ધોરણ અગિયાર ના વિદ્યાર્થી યુવરાજ સિંગ અને શૌર્ય પાઠકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું જ્યારે ગૃપ 3મા ધોરણ નવ નો વિદ્યાર્થી અનમોલ શ્રીવાસ્તવ અને ધોરણ આઠનો વિદ્યાર્થી પ્રયાગ કુલકર્ણી એ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ગૃપ 1માં ધોરણ ત્રણ નો વિદ્યાર્થી રુદ્ર ગોસ્વામી અને ધોરણ ચાર નો વિદ્યાર્થી રુદ્ર શુકલા એ તૃતિય સ્થાન પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓ અને તેમની માર્ગદર્શક શિક્ષકો ની ટીમને મેળવેલ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા।
Average Rating