સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં સામાજિક જાગૃતિના ભાગરૂપે “ઇન્ટરનેશનલ ડે અગેઇન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ 2022” અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો।
સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં સામાજિક જાગૃતિના ભાગરૂપે “ઇન્ટરનેશનલ ડે અગેઇન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ 2022” અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.તારીખ:૨૭/૦૬/૨૦૨૨ સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં તારીખ:૨૭/૦૬/૨૦૨૨ સોમવારના રોજ સમાજમાં જાગૃતિના ભાગરૂપે “ઇન્ટરનેશનલ ડે અગેઇન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ 2022” અંગે સલવાવ ગામ ખાતે આવેલી દેસાઈવાડની સરકારી પ્રાથમિક શાળામાં વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. આ કાર્યક્રમનું સમગ્ર નેતૃત્વ તેમજ માર્ગદર્શન કોલેજના આચાર્યશ્રી ડો. સચિન બી નારખેડે તેમજ સંકલન કોલેજના આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ. નેહા ગૌરવ દેસાઈ તેમજ એસોસીએટ પ્રોફેસર ડૉ. દુલેન્દ્ર દમાહે દ્વારા થયું હતું. આ કાર્યક્રમ નું શાબ્દિક સંચાલન શ્રીમતિ જ્યોતિ યુ. પંડ્યા ના દ્વારા થયું હતું. આ ઉપરાંત કોલેજના આસીસ્ટન્ટ પ્રોફેસર શ્રીમતી શેતલ બી દેસાઈ, શ્રીમતી નેહા વડગામા, શ્રીમતી પ્રીતિ સિંહ અને શ્રી હર્ષ લાડ તેમજ ફીઝીકલ ઇન્સ્ટ્રકટર શ્રી પ્રિયંક પટેલ ના સંપૂર્ણ સહયોગ થી આ જાગૃતિ કાર્યક્રમ સફળ રહ્યો હતો.આ કાર્યક્રમ આપણા દેશની યુવા પેઢીમાં, ખાસ કરીને નાના ગામડાના બાળકોમાં દવાઓના યોગ્ય ઉપયોગ, દુરુપયોગ અને માદક દવાઓની ગેરકાયદેસર થતી હેરફેર વિશે જાગૃતિ લાવવા માટે આયોજિત થયું હતું. સમાજની જાગૃતિના ભાગ રૂપે, કોલેજના અંતિમ વર્ષ બી. ફાર્મસીના વિદ્યાર્થીઓએ સલવાવ ગામની સ્થાનિક સરકારી પ્રાથમિક શાળા સુધી ડ્રગ્સના દુરૂપયોગ અને ગેરકાયદેસર હેરફેરને લગતા સૂત્રો અને પોસ્ટરો સાથે કોલેજથી કૂચ તૈયાર કરી હતી અને ડ્રગ્સના દુરૂપયોગ અને ગેરકાયદેસર હેરફેરને લગતા સૂત્રોચાર કર્યા હતા. શાળાના યુવા વિદ્યાર્થીઓને આપણા રોજિંદા જીવનમાં સામાન્ય રીતે વપરાતી દવાઓના દુરૂપયોગને કારણે સમાજને કેવી રીતે નુકસાન થાય છે તે વિશેનું પ્રાથમિક જ્ઞાન આપવામાં આવ્યું હતું. તેઓને માદક દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સાથે સંકળાયેલા કડવા પરિણામો અને સમસ્યાઓ અને રોગથી વાકેફ કરવામાં આવ્યા હતા, આ રીતે તેઓ દેશના જવાબદાર નાગરિક તરીકે વિકાસ પામશે અને દવાઓનો યોગ્ય પ્રમાણ માં ઉપયોગ કરશે.આ કાર્યક્રમને સફળ બનાવવામાટે સલવાવ ગામ ના સરપંચશ્રી, શ્રીમાન સંજયભાઈ પટેલ તથા શાળા ના આચાર્યશ્રી શ્રીમતી કામિનીબેન પટેલનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો, જે બદલ સંસ્થા તથા કોલેજ તેમની આભારી છે.આ કાર્યક્રમ બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પુરાણી સ્વામી કપિલજીવનદાસજી, પરમ પૂજ્ય રામસ્વામીજી, ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્ટીગણ, કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર ડો. શૈલેશ વી. લુહાર, કેમ્પસ ડીરેક્ટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating