વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 52મા યુથ ફેસ્ટિવલમાં કેબીએસ એન્ડ નટરાજ કોલેજના વિદ્યાર્થીઓની નોંધપાત્ર સિદ્ધિ।

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 52મા યુથ ફેસ્ટિવલમાં કેબીએસ એન્ડ નટરાજ કોલેજના વિદ્યાર્થીઓની નોંધપાત્ર સિદ્ધિ।
Views: 281
1 0

Read Time:1 Minute, 30 Second

વાપી: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત 52મા યુથ ફેસ્ટિવલમાં કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજના વિદ્યાર્થીઓએ રંગ કૌશલ્ય હેઠળની વિવિધ સ્પર્ધાઓમાં ઉત્તમ પ્રદર્શન કરી પુરસ્કારો હાંસલ કર્યા છે.ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ સ્પર્ધામાં કુલ 40 સ્પર્ધકો વચ્ચે સૂરજ જયસ્વાલએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે હેન્ડીક્રાફ્ટ સ્પર્ધામાં કુલ 38 સ્પર્ધકો વચ્ચે માળી મહેન્દ્રએ દ્વિતીય પુરસ્કાર મેળવી કોલેજનું નામ રોશન કર્યું છે.વિદ્યાર્થીઓની આ સિદ્ધિ પાછળ તેમના માર્ગદર્શકો સહાયક પ્રાધ્યાપિકા મમતા યાદવ અને શ્રી જિગર ટંડેલ એ સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડયું હતું.આ સિદ્ધિ બદલ કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણ તથા સ્ટાફ સભ્યોએ વિજેતા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં વધુ ઊંચી સફળતાઓ હાંસલ કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like