તા.૧૭/૦૧/૨૦૨૬ નાં રોજ સૂચના આપવામાં આવેલ છે. જેથી તા.૨૦/૦૧/૨૦૨૬ થી સદર સ્થળે કોઈપણ શાકભાજી/ ફળનો વેચાણ કર્તા લારી-ગલ્લા/પાથરણાવાળા બેસી શકશે નહી।

આથી જણાવવાનું કે, વાપીનાં મુખ્ય બજારને લાગુ ફીશ માર્કેટ રોડ(શાકભાજી માર્કેટ),નાઝાબાઈ રોડ ઉપર જાહેર રસ્તા ઉપર બેસી શાકભાજી તથા ફળ વેચાણનાં છૂટક વ્યવસાય કરવા લારી-ગલ્લા, પાથરણાવાળાને સદરહુ સ્થળે ટ્રાફિકની ગંભીર સમસ્યા તથા સેનીટેશનને લગતી સમસ્યાઓને કારણે વાપીના ચલા કસ્ટમ ફન્ટ્રીયર રોડ ઉપર આવેલ સરદાર પટેલ શાકભાજી માર્કેટને લાગુ માર્કિંગ કરેલ ખુલ્લી જગ્યામાં બેસી ધંધો કરવા અગાઉ વારંવાર તથા છેલ્લે તા.૧૭/૦૧/૨૦૨૬ નાં રોજ સૂચના આપવામાં આવેલ છે. જેથી તા.૨૦/૦૧/૨૦૨૬ થી સદર સ્થળે કોઈપણ શાકભાજી/ ફળનો વેચાણ કર્તા લારી-ગલ્લા/પાથરણાવાળા બેસી શકશે નહી. તેઓને ધંધો કરવા માટે મહાનગરપાલિકાએ અલગથી સરદાર પટેલ માર્કેટને લાગુ જ્ગ્યા નક્કી કરવામાં આવેલ છે. જ્યાં બેસી ધંધો કરી શકશે. હાલે ત્યાં મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ બજાર ફી/ચાર્જ વસુલ કરવામાં આવશે નહીં. સદર બાબતે વાપીની જાહેર જનતાને પણ વિનંતી કે હવેથી શાકભાજી/ફળની ખરીદી માટે સરદાર પટેલ માર્કેટ ખાતે મહાનગરપાલિકાએ નક્કી કરેલ જગ્યાએ જઈ ખરીદી કરી શકાશે.બજાર, નાઝાભાઈ રોડ તથા ફીશ માર્કેટ રોડ ઉપર આવેલ પાકા દુકાનોમાં શાકભાજી/ફળ વેચાણનો ધંધો કરી શકાશે।
Average Rating