ખાપટની જમીન પ્રકરણમાં રૂપીયા ૧ કરોડ ૪૨ લાખ ૫૦ હજારની છેતરપીંડીના ગુનાનાં વધુ એક આરોપીને સુરેન્દ્રનગર જીલ્લા ખાતેથી પકડી પાડતી પોરબંદર એલ.સી.બી.।

ખાપટની જમીન પ્રકરણમાં રૂપીયા ૧ કરોડ ૪૨ લાખ ૫૦ હજારની છેતરપીંડીના ગુનાનાં વધુ એક આરોપીને સુરેન્દ્રનગર જીલ્લા ખાતેથી પકડી પાડતી પોરબંદર એલ.સી.બી.।
Views: 207
1 0

Read Time:3 Minute, 21 Second

ઉદ્યોગનગર પો.સ્ટે. ગુ.ર.નં. ગુ.ર.નં. A-11218010260049/2022 L.P.C. ક. ૪૦૬, ૪૨૦, ૧૨૦બી, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧,૧૨૦ (બી), ૧૧૪ મુજબનો ગુનો તા.૨૦/૦૧/૨૦૨૬ ના રોજ રજી. થયેલ હોય અને સદરહું ગુનામાં આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી ફરિયાદીના પતિના ભાગની જમીન આરોપીઓ માલિક ન હોવા છતાં ખોટા લખાણ કરી જમીન ખરીદી જમીનનાં રૂપીયા ફરીયાદીના ખાતામાંથી ઉપાડી લઇ ફરિયાદી તથા ફરિયાદીના પતિ સાથે છેતરપીંડી કરી ગુનો કરેલ હોવાનો ગુનો રજી. થયેલ. જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ સદર ગુનાની તપાસ પોરબંદર પોલીસ અધિક્ષક સાહેબશ્રી દ્વારા પોરબંદર એલ.સી.બી. ને સોંપવામાં આવેલ.જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબ (I.P.S.) તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ (I.P.S.) દ્વારા ઉપરોકત ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ આ ગુનાના પકડવાના બાકી આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી I/C પો.ઇન્સ. શ્રી આર.કે. કાંબરીયા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના HC વિરેન્દ્રસિંહ પરમાર ને ખાનગીરાહે હકીકત મળેલ કે, ઉપરોકત ગુનાના પકડવાના બાકી આરોપી આયુષ વિરમભાઇ કારાવદરા રહે. શ્રીજી પાર્ક ખાપટ તા.જી.પોરબંદર વાળો હાલ સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ રિવાઇવલ ફાઉન્ડેશન ખાતે હોય જેથી ઉપરોકત હકીકત આધારે ASI બટુકભાઇ વિંઝુડા તથા HC હિમાન્શુભાઇ મક્કા તથા PC નટવરભાઇ ઓડેદરા ને સુરેન્દ્રનગર ખાતે ઉપરોકત આરોપીની તપાસમાં મોકલતા આરોપીને સુરેન્દ્રનગર જીલ્લાના રિવાઇવલ ફાઉન્ડેશન ખાતેથી ઉપરોકત ગુનાના કામે પકડી પાડી આજરોજ કલાક ૨૧/૩0 વાગ્યે ધોરણસર અટક કરવામાં આવેલ છે.પકડવાનો બાકી ગુનો :-ઉદ્યોગનગર પો.સ્ટે. ગુ.ર.નં. A-11218010260049/2022 LP.C. 8. ૪૦૬, ૪૨૦, ૧૨૦બી, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧,૧૨૦ (બી), ૧૧૪ મુજબ.આરોપી :-આયુષ વિરમભાઇ કારાવદરા ઉ.વ.૩૫ રહે. શ્રીજી પાર્ક ખાપટ તા.જી.પોરબંદરકામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ :-આ કામગીરીમાં LCB I/C PI શ્રી આર.કે કાંબરીયા તથા ASI બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઈ મકવાણા, મુકેશભાઇ માવદીયા, તથા HC સલીમભાઇ પઠાણ ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઈ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર તથા PC નટવરભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રા. HC રોહિતભાઇ વસાવા વિગેરે રોકાયેલ હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like