કેબીએસ અને નટરાજ કોલેજ, વાપી ખાતે ૭૭માં પ્રજાસત્તાક દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી।

કેબીએસ અને નટરાજ કોલેજ, વાપી ખાતે ૭૭માં પ્રજાસત્તાક દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી।
Views: 193
1 0

Read Time:2 Minute, 19 Second

વાપી: ચણોદ સ્થિત કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ, વાપી ખાતે ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી દેશપ્રેમ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપ શ્રી કૃષિત શાહ (વાપીના ખ્યાતનામ આર્કિટેક્ટ) ના વરદ હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના ચેરમેન શ્રી એ. કે. શાહની ઉપસ્થિતિ રહી હતી. ધ્વજારોહણ બાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિથી ઓતપ્રોત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. દેશભક્તિ ગીતો, નૃત્ય અને અન્ય પ્રસ્તુતિઓ દ્વારા વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપ્રેમ, એકતા અને સંવિધાનના મૂલ્યોને સુંદર રીતે વ્યક્ત કર્યા હતા, જેને ઉપસ્થિત સૌએ સરાહ્યા. કાર્યક્રમના અંતિમ તબક્કામાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત શ્રી કૃષિત શાહ, જેઓ સ્ટાર્ટ-અપ વાપી કમ્યુનિટી તથા Purple Infraplanner ના સ્થાપક તેમેજ રોટરી ક્લબના સભ્ય એ વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. તેમણે પોતાના પ્રેરણાદાયી ભાષણમાં જણાવ્યું કે આજના દરેક યુવાનોએ પોતાની અંદર રહેલ કોઈ પણ કૌશલ્ય ને ઓળખીને કારકિર્દી વિકસાવવું અત્યંત આવશ્યક છે અને કુશળતા આધારિત શિક્ષણ દ્વારા જ વ્યક્તિગત સફળતા સાથે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકાય છે. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણે વિદ્યાર્થીઓને પ્રજાસત્તાક દિવસના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું અને સંવિધાનના આદર્શો મુજબ જવાબદાર નાગરિક બનવા પ્રેરણા આપી. તેમણે જણાવ્યું કે શિસ્ત, સમર્પણ અને સેવા ભાવના દ્વારા જ રાષ્ટ્રને મજબૂત બનાવી શકાય છે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like