વાપી મહાનગરપાલિકા દ્વારા આજરોજ કુમાર શાળા ગ્રાઉન્ડ, વાપી ખાતે ૭૭ માં ગણતંત્ર દિવસની ગૌરવભરી ઉજવણી કરવામાં આવી।

આ પ્રસંગે માનનીય મ્યુનિસિપલ કમિશ્નર સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને ધ્વજવંદનનો કાર્યક્રમ આયોજિત થયો. સદરહું કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી અને રાષ્ટ્રગાન સાથે દેશપ્રેમની ભાવના પ્રગટ કરવામાં આવી તથા માનનીય વડાપ્રધાનશ્રીના એક ભારત શ્રેષ્ઠ ભારત તેમજ સશક્ત ભારતના નારાને સાકાર કરવા સંકલ્પ પણ લેવામાં આવ્યો .વાપી મનપાના અધિકારીઓ,કર્મચારીઓ તથા ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં રાષ્ટ્રીય એકતા તથા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કૃતિઓ કરી પ્રદર્શિત કરવામાં આવી હતી. વધુમાં વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર વિજેતા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ટ્રોફી આપી સન્માનિત કરાયા તથા શ્રેષ્ઠ સફાઈ મિત્રોને રૂ.૧૦,૦૦૦ ની પુરસ્કૃત રકમનો ચેક આપવામાં આવ્યો।
Average Rating