ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના અમદાવાદ કચ્છ હાઇવે રોડ ચુલીગામ પાસે એક હોટલના પાર્કીંગમાં ટ્રકમાં ચોરખાનુ બનાવી છુપાવી લઇ જવાતો ગે.કા.ઇંગ્લીશ દારુ કી.રૂ.૮૭,૫૬,૪૦૦/-તથા અન્ય મુદામાલ મળી કૂલ કી.રૂ.૧,૦૭,૫૬,૪૦૦/- નો મુદામાલ પકડી પાડતી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર।

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ (IPS) નાઓએ પ્રોહી-જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા અલગ અલગ નેશનલ હાઇવે રોડ પર ખાસ પેટ્રોલીંગ હાથ ધરી અમુક વાહનોમાં ચોરી છુપીથી ગેરકાયદેસર વિદેશી દારુનો જથ્થો ભરી સંતાડી હેરાફેરી કરતા હોય જેથી તે અંગે ચોકકસ બાતમી હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા પોલીસ ઇન્સ્પેકટરશ્રી એલ.સી.બી. સુરેન્દ્રનગર નાઓને સુચના કરેલ.જે અન્વયે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટરશ્રી તથા પો.સબ.ઇન્સ.શ્રી જે.વાય.પઠાણ તથા પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ.શ્રી એન.એ.રાયમા નાઓએ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં પસાર થતા હાઇવે પર પેટ્રોલીંગ ફરી ખાસ એકશન પ્લાન હેઠળ પ્રોહી/જુગારની બદી સંપુર્ણ પણે નેસ્ત નાબુદ થાય તે રીતે પરીણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપતા એલ.સી.બી.તથા પેરોલ ફર્લો સ્કોડની ટીમ દ્રારા પેટ્રોલીંગ દરમ્યાન કચ્છ, અમદાવાદ હાઇવે, સોલડી ટોલ નાકા થી ચુલી ગામ તરફ જતા, આશીર્વાદ હોટલના કમ્પાઉન્ડમાં એક ટાટા કંપનીના ટ્રક રજી નં. NL-01-Q-1030 વાળામાં બનાવેલ ચોર ખાન (સીસ્ટમ)માં ભરી લઈ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો નાની ઇંગ્લીશ દારૂની બોટલ પ્લા.ના ચપલા કુલ નંગ.૨૫,૪૪૦/- કી.રૂ.૮૭,૫૬,૪૦૦/- તથા એક સીમ કાર્ડ કી.રૂ.૦૦/- તથા એક ફાસ્ટેગ કી.રૂ.૦૦/- તથા ટાટા કંપનીની બંધ બોડીની ટ્રક કિંમત રૂપીયા કી.રૂ.૨૦,૦૦,૦૦૦/- એમ મળી કુલ કી.રૂ.૧,૦૭,૫૬,૪૦૦/-નો મુદામાલ પકડી પાડી ચાલક કે માલીક વિરૂધ્ધમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા મુજબનો ગુન્હો રજી. કરાવવામા આવેલ.પકડાવાના બાકી આરોપી(૧) ટ્રકના રજી નં.NL-01-Q-1030 વાળીના ચાલક/માલીક તથા તપાસમાં ખુલે તેકબજે કરેલ મુદ્દામાલની વિગત(૧) ઇંગ્લીશ દારૂના પ્લા.ની બોટલ (ચપલા) નં.૨૫,૪૪૦/- કી.રૂ.૮૭,૫૬,૪૦૦/-(૨) એક સીમ કાર્ડ કી.રૂ.૦૦/-(3) એક ફાસ્ટેગ કી.રૂ.૦૦/-(૪) ટાટા કંપનીની બંધ બોડીની ટ્રક કી.રૂ.કી.રૂ.૨૦,૦૦,૦૦૦/-એમ કુલ કી.રૂ.૧,૦૭,૫૬,૪૦૦/- નો મુદામાલકામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-એલ.સી.બી.ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સપેકટરશ્રીની રાહબારી હેઠળ પો.સબ.ઇન્સ.શ્રી જે.વાય.પઠાણ તથા પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ.શ્રી એન.એ.રાયમા તથા સ્ટાફના એ.એસ.આઇ. અસલમખાન મલેક તથા પો.હેડ કોન્સ. યશપાલસિંહ રાઠોડ તથા પો.હેડ કોન્સ દશરથભાઇ ઘાંધર તથા પો.કોન્સ.સંજયભાઇ પાઠક તથા પો કોન્સ ગીરીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ મેહુલભાઇ મકવાણા તથા ડ્રા.પો.હેડ કોન્સ.યુવરાજસિંહ વાધેલા એરીતેની ટીમ દ્રારા પ્રોહીબીશનનો કેસ શોધી કાઢવામાં આવેલ છે।
Average Rating