વાપી સ્થિત આર. કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો।

વાપી સ્થિત આર. કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો।
Views: 169
1 0

Read Time:2 Minute, 6 Second

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ શ્રીમતિ રસ્મિકા મહેતા (એડવોકેટ, વાપી ) દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ રશ્મિકાબેન દ્વારા પ્રજાસત્તાક દિન અંગે મનનીય વિચારો રજૂ થયા હતા તથા વિદ્યાર્થીઓને શુભેચ્છા અને આશીર્વચનો પાઠવ્યા હતા. આ ઉપરાંત બી.એડ કોલેજની તાલીમાર્થી સૌમ્યા અને નમ્યા જોડાનિયા દ્વારા આ દિન નિમિત્તે ભારતનું બંધારણ વિશે, દેશના શહીદો તેમજ સાચા અર્થમાં દેશના નાગરિક તરીકેની જવાબદારી વિશે વિચારો દર્શાવી વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી નમ્યા જોડાણિયા દ્વારા દેશભક્તિ કાવ્ય હમારી વિરાસત અનોખા અંદાજમાં રજૂ થયું હતું પી. ટી. સી. કોલેજના તાલીમાર્થી બહેનો દ્વારા સુંદર દેશ ભક્તિ ગીત રજુ કરવામાં આવ્યું હતું બીસીએ અને બીબીએ વિભાગના વિધાર્થીઓએ દેશ ભક્તિ ગીત નૃત્ય રજૂ કર્યું હતું પ્રજાસત્તાક દિન નિમિત્તે આયોજિત વિવિધ રમત સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. અભિષેક પટેલે કર્યું હતું. સુંદર રાષ્ટ્રીય દિવસની ઉજવણીના આયોજન બદલ સંસ્થાના ચેરમેન શ્રી મિલન દેસાઈ, કેમ્પસ ડાયરેક્ટર ડો. મિત્તલ શાહ તથા કોલેજના સર્વ આચાર્યોએ અને પ્રાધ્યાપકોએ અભિનંદન પાઠવ્યા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like