વાપીની શ્રી એલજી હરિયા શાળામાં 77 માં પ્રજાસત્તાક દિને વાર્ષિક રમોત્સવ અને રેમ્બો2026નું આયોજન કરવામાં આવ્યું।

વાપીની શ્રી એલજી હરિયા શાળામાં 77 માં પ્રજાસત્તાક દિને વાર્ષિક રમોત્સવ અને રેમ્બો2026નું આયોજન કરવામાં આવ્યું।
Views: 114
1 0

Read Time:2 Minute, 48 Second

શ્રી કૌશિક હરિયા એજ્યુકેશનલ ફાઉન્ડેશન સંચાલિત શ્રી એલજી હરિયા મલ્ટી પર્પઝ સ્કૂલ દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અતિથિ વિશેષ તરીકે શ્રી બિમલભાઈ ગુઢકા ( ડાયરેક્ટર ગ્લોબલ ઇકો પેક પ્રાઇવેટ લિમિટેડ) ઉપસ્થિત રહ્યા હતા. સાથે શ્રી કૌશિક હરિયા એજ્યુકેશનલ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી એ.કે. શાહ, શાળાના એસએમસી ચેરમેન શ્રી ઉજ્જવલ શુક્લા, એસએમસી મેમ્બર શ્રી કૃષ્ણાનંદ હેબ્લે, શ્રીમતી વાની આર.કે. સન્માનિત અતિથિ શ્રી તુષાર શાહ, શ્રીમતીભારતીબેન ગોસરાની વગેરે ઉપસ્થિત રહ્યા હતા.. કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિ ના વરદ હસ્તે ધ્વજવંદન દ્વારા કરવામાં આવી. શાળાના આચાર્ય શ્રીમતી બીની પૌલ દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ રમોત્સવની શરૂઆત કરવામાં આવી. પધારેલ અતિથિ વિશેષ દ્વારા મશાલ પ્રજ્વલિત કરવામાં આવી, શાળાના આચાર્ય શ્રીમતિ બીની પૌલ દ્વારા પ્રતિજ્ઞા લેવડાવી રમતને ખુલ્લી મુકવામાં આવી. આ રમતોત્સવમાં ધોરણ ત્રણ થી ધોરણ અગિયાર ના વિદ્યાર્થીઓએ ભાગ ભાગ લીધો હતો. વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.. સાંજે પ્રી પ્રાઇમરી વિભાગના અને ધોરણ એક અને ધોરણ બે વિદ્યાર્થીઓ માટેનો રેમ્બો 2026 રમોત્સવ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં અતિથિ વિશેષ તરીકે શ્રીમતી ભૂમિકા પાંચાલ( ચાર્ટડ એકાઉન્ટન્ટ, ભૂતપૂર્વ વિદ્યાર્થીની શ્રી એલજી હરિયા સ્કૂલ ) ઉપસ્થિત રહ્યા હતા, અને શાળા નાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. નાના ભૂલકાઓ માટે વિભિન્ન રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું તથા નાના ભૂલકાઓની સાથે વાલીઓએ પણ ઉત્સાહ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. અંતે શાળાના મેનેજમેન્ટ અને આચાર્યાં શ્રીમતી બીની પૌલ એ કાર્યક્રમની સફળતા બદલ સૌને અભિનંદન પાઠવ્યા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like