કેબીએસ એન્ડ નટરાજ કોલેજનું મેડીકલ લેબોરેટરી ટેકનોલોજીનું પરિણામ જાહેર।

વાપી: ચણોદ કોલોની સ્થીત કેશવજી ભારમલ સુમરીયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપી માં બી.કોમ., બી.એસસી.,બી.સી.એ., બી.બી.એ., એમ.કોમ., એમ.એસસી. જેવા વિવિધ અભ્યાસક્રમો ચાલે છે. શૈક્ષણીક વર્ષ ૨૦૨૫-૨૬ માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી,સુરત અંતર્ગત લેવાયેલ બી.એસસી.મેડીકલ લેબોરેટરી ટેકનોલોજી ના પરિણામ જાહેર થતા સદર કોલેજના વિધાર્થીઓ બી.એસસી..સેમ.૧ માં ૭.૩૬ SGPA સાથે શેખ ઝીન્નત નજમુદ્દીન, બી.એસસી. સેમ.૩ માં ૭.૬૪ SGPA સાથે ખાન રેહનુંમાં નુરૂલ્લા તથા બી.એસસી. સેમ.૫ માં ૮.૬૪ SGPA સાથે ચૌધરી સજેદાફાતીમાં કલ્બિઅબ્બાસ તેમજ PGDMLT સેમ. ૧ માં ૮.૮૫ SGPA સાથે ખાન રશ્મીન ઈબ્રાહીમે કોલેજમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કેરેલ છે. તેમનું નોંધપાત્ર શૈક્ષણિક પ્રદર્શન તેમના સમર્પણ, સખત મહેનત અને શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ સિદ્ધિ વિદ્યાર્થીઓના અને તેમના પરિવાર માટે સન્માન સાથે સદર સંસ્થાનું ગૌરવ પણ વધારે છે. કોલેજના આચાર્ય ડૉ.પૂનમ બી.ચૌહાણ તેમજ મેનેજમેન્ટ, સ્ટાફ અને વિદ્યાર્થીઓ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને આ પ્રશંસનીય સફળતા માટે હૃદયપૂર્વક અભિનંદન આપે છે અને તેમના ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્યની શુભેચ્છા પાઠવે છે।
Average Rating