નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા વાપીના સર્વાંગી વિકાસ માટે ભાજપનો પંચવર્ષીય રોડમેપ: ‘સંકલ્પ પત્ર’ જાહેર કરાયો।

નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા વાપીના સર્વાંગી વિકાસ માટે ભાજપનો પંચવર્ષીય રોડમેપ: ‘સંકલ્પ પત્ર’ જાહેર કરાયો।
Views: 85
1 0

Read Time:3 Minute, 27 Second

વાપી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ગુજરાત સરકાર ના નાણાં,શહેરી વિકાસ,શહેરી ગૃહ નિર્માણ વિભાગ ના કેબીનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ એ શહેરના ભાવિ વિકાસને આલેખતું ભારતીય જનતા પાર્ટીનું વિગતવાર ‘સંકલ્પ પત્ર’ જાહેર કર્યો છે, રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ ના હસ્તે આ “સંકલ્પ પત્ર” નું વિમોચન કરવામાં આવ્યું હતું,​આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા,વલસાડ જિલ્લા ના પ્રભારી શ્રી વિનયભાઈ શુક્લા ઉપસ્થિત રહ્યા હતા,ભાજપે આ “સંકલ્પ પત્ર” દ્વારા આગામી પાંચ વર્ષમાં વાપીને એક આધુનિક અને સુવિધાભર્યું શહેર બનાવવાનું વચન આપ્યું છે**​સંકલ્પ પત્રના મુખ્ય મુદ્દાઓ**​વેરામાં રાહત: જનતાને સૌથી મોટી રાહત આપતા ભાજપે જાહેરાત કરી છે કે, મહાનગરપાલિકા બન્યા બાદ આગામી ત્રણ વર્ષ સુધી શહેરીજનો પર કોઈ પણ પ્રકારનો નવો વેરો લાદવામાં આવશે નહીં કે વેરાના દરમાં વધારો કરવામાં આવશે નહીં**​રસ્તા અને કનેક્ટિવિટી: શહેરમાં મુખ્ય માર્ગોની સાથે આંતરિક રસ્તાઓનું સુદ્રઢ નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત, કનેક્ટિવિટી વધારવા માટે શહેરના વિવિધ વિસ્તારોને જોડતા નવા બ્રિજ બનાવવાની ખાતરી આપી છે**​ડ્રેનેજ સિસ્ટમ: ચોમાસા દરમિયાન વાપીમાં સર્જાતી પાણી ભરાવાની ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે અત્યાધુનિક સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સિસ્ટમ વિકસાવવાનું વચન આપવામાં આવ્યું છે**​આરોગ્ય સુવિધા: ટૂંક સમયમાં ૫૦ કરોડ રૂપિયાના ખર્ચે ૧૨૦ બેડની અત્યાધુનિક સુવિધા ધરાવતી હોસ્પિટલ જનતા માટે ખુલ્લી મૂકવામાં આવશે**​પીવાનું પાણી: પીવાના પાણી માટે કરોડોના ખર્ચે નવી ટાંકીઓ, સંપ અને વોટર ફિલ્ટરેશન પ્લાન્ટનું આયોજન કરવામાં આવ્યું છે**​શહેરનું સૌંદર્યીકરણ: તળાવોનું બ્યુટિફિકેશન, નવા બાગ-બગીચાઓનું નિર્માણ અને રાત્રિના સમયે આખું શહેર સ્ટ્રીટ લાઈટોથી ઝગમગી ઉઠે તેવું આયોજન હાથ ધરાશે**​અન્ય સુવિધાઓ: વાપીને રમત-ગમતનું કેન્દ્ર બનાવવા અને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે પણ ભાજપે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે**આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ,વી.આઈ.એ. ના પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, વાપી શહેર પ્રમુખ શ્રી મનીષભાઈ દેસાઈ, મહામંત્રી શ્રી વિરાજભાઈ દિક્ષાણી ઉપસ્થિત રહ્યા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like