આર. કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન,વાપીમાં ‘બાળ સાહિત્યકાર ગિજુભાઈ બધેકાની જન્મજયંતી અને બાળવાર્તા દિવસ’ નિમીત્તે ‘શીઘ્ર વાર્તા લેખન ‘ સ્પર્ધા યોજવામાં આવી ।
આર. કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન,વાપીમાં ‘બાળ સાહિત્યકાર ગિજુભાઈ બધેકાની જન્મજયંતી અને બાળવાર્તા દિવસ’ નિમીત્તે ‘શીઘ્ર વાર્તા લેખન ‘ સ્પર્ધા યોજવામાં આવી …આર. કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીમાં બાળ સાહિત્યકાર ગિજુભાઈ બધેકાની જન્મજયંતી અને બાળવાર્તા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બાળ મંદિર અને બાળ માણસ કેળવણીના યુગમુર્તિ બાળ કેળવણીકાર તથા મૂછાળી માં એવા ગિજુભાઈ બધેકા ની જયંતિને ગુજરાત સરકાર બાળવાર્તા દિવસ તરીકે ઉજવણી કરી રહી છે ત્યારે અમારી સંસ્થામાં પણ શીઘ્ર વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સ્પર્ધાના નિર્ણાયક તરીકે સંસ્થાના અધ્યાપક ડો.વિમુખભાઈ યુ. પટેલ હતા. તેમને ખુબજ ઝીણવટથી નિર્ણાયકની ભૂમિકા અદા કરી હતી.પ્રસ્તુત સ્પર્ધામાં બધા જ તાલીમાર્થીઓએ પોતાના મૌલિક વિચારોમાં ઓતપ્રોત થઈ ઉત્સાહ પૂર્વક વાર્તાનું લેખન કર્યું હતું.જેમાં પ્રથમ ક્રમે એફ.વાય.બી.એડ.ના તાલીમાર્થી કાજલ જોશી , બીજા ક્રમે લુઈસા રાઠોડ અને ત્રીજા ક્રમે જૈમિની આહીર વિજેતા થયા હતા જ્યારે એસ.વાય. બી.એડ. ના તાલીમાર્થીઓમાં પ્રથમ ક્રમે પટેલ તેજલ કે. બીજા ક્રમે દેસાઈ નિધિ અને ત્રીજા ક્રમે પટેલ કિનલ તથા પટેલ હેલી વિજેતા થયા હતા.જેનું સંપૂર્ણ આયોજન સંસ્થાના અધ્યાપિકા ડો.વૈશાલી દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનો હેતુ જ્ઞાનનો વિકાસ કરવો અને તાલીમાર્થીઓમાં રહેલી સર્જનાત્મક શૈલીનો વિકાસ કરવાનો હતો.સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન શ્રી મિલન દેસાઈ સાહેબ તથા આચાર્ય ડૉ. પ્રીતિ ચૌહાણએ અભિનંદન પાઠવ્યા હતા.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating