મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાના ડીસા તાલુકાના દામા ગામે બનાસ ડેરીના પ્રયાસોથી સ્થાપવા માં આવેલા। અત્યાધુનિક સીમેન પ્રોડક્શન યુનિટનું ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું।
પશુપાલકો માટે ઉચ્ચ વંશાવળી ધરાવતા અને વધુ દૂધ આપતા પશુઓ પેદા કરવાના હેતુથી NDDB દ્વારા ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન હેઠળ તૈયાર કરાયેલા ‘ગૌસોર્ટ ટેકનોલોજી’ આધારિત આ સ્વદેશી સિમેન સેક્સ સોર્ટીંગ મશીનથી બનાસકાંઠા જિલ્લામાં રખડતા ઢોરોની સમસ્યાનું નિરાકરણ થશે અને વધુ દૂધ આપતા પશુઓ મળશે.મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય ગોકુલ મિશનના માધ્યમથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત પશુ ઓલાદો માટે સિમેન સેન્ટરની કામગીરી થકી નવી ક્રાંતિની શરૂઆત થઈ છે. તેમણે આજે કાર્યરત થયેલ સિમેન સેન્ટરને પશુપાલકો માટે અત્યંત ફાયદાકારક ગણાવવાની સાથોસાથ સ્વચ્છતા, વૃક્ષારોપણ અને જળસંચયના કામો દ્વારા ગુજરાતને વિકસિત બનાવવામાં સૌના યોગદાનની અપેક્ષા પણ વ્યક્ત કરી હતી।
Average Rating