કેબીએસ કૉમસ એન્ડ નટરાજ સાયન્સ કોલેજની વિધાર્થીની વોલેબોલમાં ઝળકી।
કેબીએસ કૉમસ એન્ડ નટરાજ સાયન્સ કોલેજની વિધાર્થીની વોલેબોલમાં ઝળકી.વાપી: અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમારિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં વિધાર્થીઑને રમતોનુ જ્ઞાન, તાલીમ તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત અંતર્ગત તમામ ખેલાડી મિત્રોની વોલીબોલ (ગર્લ્સ) માટે વોલીબોલ રમતમાં સિલેકશન યોજવામાં આવ્યુ હતું. જેમાં સમગ્ર યુનિવર્સિટીમાંથી વિવિધ કોલેજોમાંથી આવેલ ખેલાડી મિત્રોએ પોતાનું કૌશલ્ય દર્શાવતા સદર કોલેજની વિધાર્થીની રાધિકા પ્રજાપતિ (T.V.B.Com) પણ પોતાનો ઉતકૃષ્ઠ દેખાવ કરીને ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી વોલીબોલ (ગર્લ્સ) ટુર્નામેન્ટમાં પસંદગી પામેલ છે અને સંત ગાડગે બાબા અમરાવતી યુનિવર્સિટી, અમરાવતી ખાતે ભાગ લેનાર છે. આ ખેલાડી મિત્રને તાલીમ અને માર્ગદર્શન શારીરિક શિક્ષણના મદદનીશ પ્રાધ્યાપક ર્ડો. મયુર પટેલે પૂરું પાડયુ હતું. આમ સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કરવા બદલ અને ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી ખાતે ભાગ લેનાર હોય, કોલેજના આચાર્ય ર્ડો. પૂનમ બી.ચૌહાણે, પ્રાધ્યાપક તેમજ ખેલાડીનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ કોલેજનું નામ રોશન માટે આહવાન આપ્યું હતું।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating