કેબીએસ એન્ડ નટરાજ કોલેજ વાપીમાં એન્ટરપ્રિનિયોરશીપ વર્કશોપ યોજાયો।
કેબીએસ એન્ડ નટરાજ કોલેજ વાપીમાં એન્ટરપ્રિનિયોરશીપ વર્કશોપ યોજાયો.વાપી:- અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરીયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયંસીસ કોલેજ વાપીના વિધાર્થીઓને શિક્ષણની સાથે તેમના વ્યવહારિક જીવનમાં પણ યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી ર દિવસીય એન્ટર પ્રિયોરશીપ વર્કશોપનું Makeinten E-cell IIM Calcutta) ના સહયોગથી ઝોનલ સેન્ટર પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પોગ્રામમાં કોલેજના પ્રથમ, દ્વીતીય અને તૃતીય વર્ષમાં અભ્યાસ કરતા ૩૭ વિધાર્થીઓએ ભાગ લીધો હતો વર્કશોપમાં ટ્રેનર તરીકે શ્રી અરવિંદ સાહેબ (Industry Expert Pune- Business School Trainer) હાજર રહ્યા હતા. ૨ દિવસમાં શ્રી અરવિંદ સાહેબે વિદ્યાર્થીઓને પોતાના જ્ઞાન, અનુભવ અને સમગ્ર ભારતમાં આપેલ તાલીમના આધારે વિઘાર્થીઓ નવો જોશ, નિર્ણાયક શક્તિ, પ્રેઝન્ટેન્શન તેમજ હિમંતથી કંઈક કરવાની સ્ફુર્તિ જોવા મળી હતી. તાલીમ દરમિયાન પ્રેઝન્ટેન્શન દ્વારા સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. જેમાં ૧, સાંદ્રા જ્યોર્જ, ર. ઝા રિયા, ૩. ભાનુશાલી સૃષ્ટિ જતીન, ૪. દાબગર વેદાંત પંકજ એમ ચાર વિધાર્થીઓની પસંદગી થઈ છે. જેઓ આવનાર સમયમાં IIM Calcutta ખાતે આગળનીએ તાલીમમાં ભાગ લેશે. જ્યાં સમગ્ર ભારતમાંથી ૩૫ કોલેજમાંથી વિદ્યાર્થીઓ ભાગ લેવા આવશે, વર્કશોપ પેટ્રન તરીકે ડો. પૂનમ બી. ચૌહાણ અને કોઓર્ડિનેટર ડો. યતીન વ્યાસ, ડો. ક્રિષ્ના રાજપૂત અને ડો દિપક સાંકીએ સેવા બજાવી હતી. આમ સમગ્ર વર્કશોપ સફળ રહેતા કોલેજના આચાર્ય ડો. પૂનમ બી. ચૌહાણે ટ્રેનર અને કો- ઓર્ડિનેટરઓ તેમજ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરી પસંદગી પામેલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી જીવનામાં આગળ વધવાની શુભેચ્છા પાઠવી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating