કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજમાં નશાબંધી અંગે સેમીનાર યોજાયો।

Views: 383
1 0

Read Time:1 Minute, 56 Second

કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજમાં નશાબંધી અંગે સેમીનાર યોજાયો.વાપી:- અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરિયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ, વાપીમાં વિધાર્થીઓ શિક્ષણની સાથે વ્યક્તિગત જીવનમાં પણ સજાગ બની શકે માટે વિશ્વ નશાબંધી દિવસના દિવસે વિધાર્થીઓ અને સ્ટાફમિત્રો માટે નશાથી થતા શારીરિક, આર્થિક, સામાજીક અને કૌટુંબિક નુકશાન અંગે સરળતાથી સમજ આપવામાં આવી હતી. આ સેમીનારમાં નશામુક્ત અને આબકારી વિભાગ, વાપી ના P.ડા. શ્રી ઝેડ. એફ. ચિંધી સાહેબે નશાથી થતા નુકશાન અને નશામુક્ત કેવી રીતે થઈ શકાય તેમજ સરકાર તરફથી આ અંગે વ્યવસ્થા કરવામાં આવી છે તેની સમજ આપી હતી. તેમજ હાજર રહેલ દરેકે હું નશા મુક્ત રહીશ અને મારું ગુજરાત નશામુક્ત બનશે તેમાં હું સહકાર આપીશ એમ શપથ લેઈ પ્રોગ્રામને જીવંત બનાવ્યો હતો. . આ પ્રોગ્રામનું સંચાલન મદદનીશ પ્રાઘ્યાપક શ્રી ભરત દીક્ષિત સાહેબે કર્યું હતું. આમ સમગ્ર પોગ્રામ સફળ રહેતા કોલજના આચાર્ય ડો. પૂનમ બી. ચોહાણે સમગ્ર વિદ્યાર્થી ગણ તથા સ્ટાફ મિત્રોનો આભાર વ્યક્ત કરી નશામુક્ત જીવનને મહત્વ આપી સ્વસ્થ રહી માનવતા માટે વૃધ્ધિ પામવાની શુભેચ્છા પાઠવી હતી।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like