વલસાડ બેચર રોડ સ્થિત ફાતિમા મસ્જિદ પાસે મુસ્લિમ સમાજના અગ્રણીઓ ભેગા મળી રથયાત્રા નું કર્યું સ્વાગત।

Views: 388
1 0

Read Time:2 Minute, 3 Second

વલસાડ બેચર રોડ સ્થિત ફાતિમા મસ્જિદ પાસે મુસ્લિમ સમાજના અગ્રણીઓ ભેગા મળી રથયાત્રા નું કર્યું સ્વાગતભાજપ લઘુમતી મોરચા ના મંત્રી ઈલિયાઝ મલેક મામા અને તેમની ટિમ દ્વારા રથયાત્રા માં સામેલ તમામ ભક્તોને પાણી પીવડાવી પુષ્પગુચ્છ આપી રથયાત્રા માં જોડાઈ ભાઈચારાની મિશાલ કાયમ રહે તેવા મેસેજ અપાયા હતાઆજરોજ આષાઢી બીજી અને ભગવાન જગન્નાથજી રથમાં બેસી નગરની યાત્રાએ નીકળતા હોય છે ત્યારે તેમના ભક્તો ભગવાન ના આગમન માટે ખુશખુશાલ જોવા મળે છે ત્યારે આજે વલસાડમાં કોમીએખલાસ અને ભાઈચારાના માહોલ વચ્ચે જગન્નાથ ભગવાન નગર યાત્રાએ નીકળ્યા હતાવલસાડના બેચર રોડ સ્થિત ફાતિમા મસ્જિદ ખાતે ભાજપ લઘુમતી મોરચાના મંત્રી ઇલયાઝ મલેક એટલેકે મામા અને મુસ્લિમ સમાજના લોકો ભેગા મળી રથયાત્રા માં જોડાયેલ તમામ ધર્મગુરુઓ ને પુષ્પગુચ્છ આપી રથનું સ્વાગત કરી બાદમાં રથ યાત્રામાં જોડાયેલ તમામ લોકોને ઠંડુ પાણીની બોટલો આપી ભાઈચારાની મિશાલ પુરી પાડી હતીજ્યારે રથયાત્રા જોડાયેલ હિન્દૂ સમાજના લોકો, શાંતિ સમિતિ ના લોકો, અને વલસાડ ભીડ ભંજન મંદિર ના ટ્રસ્ટી શિવજી મહારાજ, દ્વારા મુસ્લિમ સમાજના આ કાર્ય ને બિરદાવ્યું હતું અને આવો ભાઈચારો અને તમામ ધર્મ પ્રત્યે આદર અને સન્માન જળવાઈ રહે એવી ભગવાન જગન્નાથ ને પ્રાથના કરી હતી।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like