કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં યુથ ફેસ્ટીવલ ઝળકી।

Views: 396
1 0

Read Time:2 Minute, 24 Second

કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં યુથ ફેસ્ટીવલ ઝળકી.વાપી: અત્રે ચણોદ કોલોની સ્થિત કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયંસિસ કોલેજ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના ૪૯ માં યુવક મહોત્સવમાં ભાગ લઈને વિવિધ સ્પર્ધામાં સિધ્ધી હાંસલ કરી હતી. S.Y.B.Com માં અભ્યાસ કરનાર વિધાર્થી અબ્દુલ્લાહ ખાન એ કાવ્ય પાદ પૂર્તિ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યુ હતું. S.Y.B. Sc. (Microbiology) ના વિધાર્થી વિશ્વેશ તિવારીએ મિમિક્રી સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. આ સ્પર્ધા માટે કો -ઓર્ડિનેટર મદદનીશ પ્રાધ્યાપક ડો. સત્વીન્દર કૌર ધન્જલ અને મીનુ ચૌધરી એ માર્ગદર્શન પુરુ પાડ્યુ હતું. તેમજ મિમિક્રી સ્પર્ધા માટે વિશેષ નિષ્ણાંત તરીકે વિરેન્દ્ર પવારએ સેવા આપી હતી. ગરબામાં કોલેજની વિધાર્થીનીઓએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. આ ઉપરાંત લોકનૃત્ય સ્પર્ધામાં આશ્વાશન ઈનામ પ્રાપ્ત થયું હતું. ગરબાના અને લોકનૃત્યના કો- ઓર્ડિનેટર ડો. ક્રિષ્ના રાકેશ રાજપૂત અને ડો. હિમાંશુ ટંડેલ તથા ગરબા માટે વિશેષ નિષ્ણાંત તરીકે કોરિયોગ્રાફર હિના શાહ અને લોક નૃત્ય માટે ચિંતન વશી એ વિશેષ સેવા પુરી પાડી હતી. આમ સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનુ નામ રોશન કરવા બદલ યુથ ફેસ્ટીવલમાં ભાગ લેનાર તમામ વિધાર્થીમિત્રો,કો-ઓર્ડિનેટર તેમજ કોરિયોગ્રાફર અને માર્ગદર્શકોનો કોલેજના આચાર્ય ડો. પૂનમ બી. ચૌહાણે આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી।

प्लीज लाइक शेयर एंड कमेंट करें।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like