મકરસંકરાન્તિના શુભ અવસરે, આર.એસ. ઝુનઝુનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલ વાપી ખાતે, ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા યોગ સત્રનુ ભવ્ય આયોજન કરાયું।

Views: 556
2 0

Read Time:2 Minute, 27 Second

શનિવાર, 14મી જાન્યુઆરી 2023, મકરસંકરાન્તિના શુભ અને ગતિશીલ દિવસે, આર.એસ. ઝુનઝુનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલ વાપી, સ્કૂલ કેમ્પસ માં, ગુજરાત રાજ્યના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા યોગ સત્ર નું આયોજન કરાયું. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી આદરણીય નિલેશભાઇ રાઠોડ સર, એડવાઇઝર કમિટી મેમ્બર જયેશભાઈ કંસારા અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનોએ જાગૃતિ લાવવા, માનસિક અને શારીરિક સુખાકારીમાં સુધારો કરવાની ભાવનાને આત્મસાત કરવા માટે ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત યોગ સત્રમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ યોગની જાગૃતિ માટે કરવામાં આવ્યો હતો, જેમાં શાળાનાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ ભાગ લીધો હતો અને “51 સૂર્યનમસ્કાર” કર્યા હતા. આર.એસ. ઝુનઝુનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલ, વાપી દ્વારા ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના સપોર્ટમાં આ કાર્યક્રમનું આયોજન કરાવ્યું હતું. ઉત્તરાયણના દિવસે સૂર્યનું ઉત્તર દિશામાં આયન નિમિતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આખા ગુજરાતમાં 75 સ્થળો પર આજના દિવસે આ કાર્યક્રમ દ્વારા સૂર્ય નમસ્કાર થયા છે જે(ભારતના વડા પ્રધાન) માનનીય શ્રી નરેન્દ્રમોદી જી, (ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રી) ભૂપેન્દ્ર પટેલ અને (ગુજરાત રાજ્યના ગૃહમંત્રી) હર્ષ સંગવી ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના આ મિશન ને પુરું કરવા માટે આર.એસ.ઝુનઝુનવાલા ઈન્ટરનેશનલ સ્કૂલ વાપી એ ખુબ જ સુંદર આયોજન કર્યું હતું. જે માટે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી નિલેશભાઇ રાઠોડે અભિનંદન પાઠવ્યા હતા. ખરેખર આ એક મહાન દિવસ હતો. જય હિન્દ।

प्लीज लाइक शेयर कमेंट करें।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like