સ્વ. હીરાબાના સ્મરણાર્થે મોતા ગામે દેવી ભાગવત કથાનો આરંભ।

Views: 625
2 0

Read Time:3 Minute, 12 Second

સ્વ. હીરાબાના સ્મરણાર્થે મોતા ગામે દેવી ભાગવત કથાનો આરંભ કથાકાર પ્રફુલભાઈ શુક્લની 836મી કથા : બળદગાડામાં પોથીયાત્રા નીકળી, દર્શનાર્થે ગામ ઉમટી પડયુ બારડોલીના મોતા ગામે દેવ નારાયણ ગૌધામ ખાતે તા – 22 થી 30 જાન્યુઆરી સુધી નવ દિવસીય દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ બપોરે 2 થી 5 કલાક દરમિયાન વ્યાસપીઠ પરથી આંતરરાષ્ટ્રિય કથાકાર પ્રફુલભાઈ શુક્લ(ખેરગામ) કથાનું રસપાન કરાવી રહ્યાં છે . આ કથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતુશ્રી સ્વ. હીરાબા ના સ્મરણાર્થે છે. જ્યારે કથામાંથી પ્રાપ્ત ધનરાશિ ગૌ શાળા માટે વાપરવામાં આવશે. સાથે આ કથા જેઠમલજી ગોખરૂ અને પુષ્પાબેન ગોખરૂને સમર્પિત કરાશે. એવુ કથાના આયોજક અને દેવ નારાયણ ગૌધામના પૂ. તારાચંદ બાપુ અને કિરણભાઈ દેસાઈએ જણાવ્યું હતું. કથાના પહેલા દિવસે રવિવારે મોતા ગામના રામેશ્વર મંદિરથી બળદગાડામાં સંગીતનાં સથવારે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. જેના દર્શન માટે ગામની ગલીઓમાં ભીડ ઉમટી હતી. કથા આરંભે તારાચંદ બાપુએ સૌનું સ્વાગત કર્યું હતું. ગોવિંદ આશ્રમ ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ દેસાઈએ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ કથાના પ્રથમ દિવસે વ્યાસપીઠ પરથી શ્રી પ્રફુલભાઈએ જણાવ્યુ કે મહા મહિનાની નવરાત્રી ગુપ્ત નવરાત્રિ તરીકે ઓળખાય છે. આ સૌથી મોટી નવરાત્રી છે. આ દિવસોમાં દેવીની કથા સાંભળવી ખુબ જ પુણ્ય કમાવવાનું કામ છે. દેશમાં પ્રથમવાર સ્વ. હીરાબા સ્મરણાર્થે કથાનું આયોજન કરાયું છે. નોંધનીય છે કે સુરતના પાલ વિસ્તારમાં હિંગળાજ માતાજીનું મંદિર અને સંસ્કૃત પાઠશાળાના લાભાર્થે આગામી તા – 24 ફેબ્રુઆરીએ કથાનું મુહૂર્ત પ્રદાન કરાયુ છે. જય સીયારામ સેવા પરિવાર દ્વારા મંદિર અને પાઠશાળાનું નિર્માણ કાર્ય થશે. આજના મનોરથી મનિષા બેન રાજેન્દ્ર ભાઈ પટેલ (બીલીમોરા)તરફથી કથા માટે 11, 000 નું દાન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે દેવ નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ વર્ષોથી સેવા પરમાર્થના કામ કરે છે. જેમાં ભૂખ્યાને ભોજન, જરૂરતમંદને આર્થિક સહાય, વિદ્યાર્થીઓને કીટ વિતરણ અને ગૌશાળામાં ગાયોની દેખભાળ કરે છે।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like