૭૪ માં પ્રજાસતાક દિનની ઉજવણીમાં કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયંન્સીસ કોલેજમાં તિરંગો લહેરાયો।
૭૪ માં પ્રજાસતાક દિનની ઉજવણીમાં કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયંન્સીસ કોલેજમાં તિરંગો લહેરાયો।વાપી:- અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ વાપીમાં ૭૪ માં પ્રજાસતાક દિન નિમિતે “સેવાભાવી” સંસ્થાના સંસ્થાપક શ્રીમાન જતીન મોનાની સાહેબના વરદ હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મેનેજીંગ ટ્રસ્ટીશ્રી એ.કે. શાહ હાજર રહ્યા હતા. તેમજ સમગ્ર સ્ટાફગણ તથા વિધાર્થીમિત્રો હાજર રહી તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે શ્રીમાન જતીન મોનાની દ્વારા પ્રસંગોપાત અભિવાદનમાં કોલેજના વિધાર્થીઓને દેશના વિકાસ માટે સેવાના કાર્યોમાં જોડાવા માટે આહવાન કર્યુ હતું. આમ, સમગ્ર પ્રોગ્રામ સફળ રહેતા કોલેજના આચાર્ય શ્રીમતી ડો. પૂનમ બી.ચૌહાણે સંબંધિત મહેમાન, સ્ટાફગણ અને વિધાર્થીમિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.।
प्लीज लाइक सेयर एण्ड करे।
Average Rating