સંત નિરંકારી મિશન દમણ બ્રાન્ચ દ્વારા રક્તદાન શિબિરમાં શ્રદ્ધાળુઓ એ કર્યું 154 યુનિટ રક્તદાન।
સંત નિરંકારી મિશન દમણ બ્રાન્ચ દ્વારા રક્તદાન શિબિરમાં શ્રદ્ધાળુઓ એ કર્યું 154 યુનિટ રક્તદાન।દમણ ૦૩, જુલાઈ. સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજના આશીર્વાદ થી સુરત ઝોન-૩૦ અને સેલવાસ સેકટરની દમણ બ્રાન્ચમાં સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન (સંત નિરંકારી મિશનનાં સામાજિક વિભાગ) દ્વારા રક્તદાન શિબિરનું આયોજન રવિવાર, ૦૩ જુલાઇ ૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે, સંત નિરંકારી સત્સંગ ભવન, દમણ-વરકુંડ મુકામે કરવામાં આવ્યું. જેમાં સંત નિરંકારી મિશનનાં ૧૫૪ શ્રદ્ધાળુ ભક્તો તેમજ સેવાદારો દ્વારા નિઃસ્વાર્થ ભાવથી રક્તદાન કરવામાં આવ્યું. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા દમણ બ્લડ બેંકના ડોક્ટરો અને એમની પૂરી ટીમ ત્યાં ઉપસ્થિત રહી।ભરપૂર યોગદાન આપ્યું.આ શિબિરનું ઉદ્ઘાટન સંત નિરંકારી મિશન, દક્ષિણ ગુજરાતનાં પ્રભારી આદરણીય કાર સિંહ જી દ્વારા કરવામાં આવ્યું. તેમણે રક્તદાન શિબિરમાં હાજર રહેલા રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા. એક તરફ રક્તદાન ચાલતું રહ્યું અને ત્યાં જ બીજ તરફ આધ્યાત્મિક સત્સંગ કાર્યક્રમ પણ ચાલુ રહ્યો. આ અવસર પર અનેકો સંત મહાત્માઓએ ભજન તથા પ્રવચન દ્વારા સદગુરુ માતા સુદિક્ષા જી મહારાજનો સંદેશ આપ્યો તથા સદગુરુના પ્રમુખ સ્થાનેથી ગુરુનું પ્રતિનિધિત્વ કરતા મહાત્માએ ફરમાવ્યું કે- 24 એપ્રિલ 1980 મા જ્યારે સદગુરુ બાબા ગુરબચન સિંહજીની ધર્મ વિરોધીઓએ હત્યા કરી હતી ત્યારે બાબાજીની હત્યાનો બદલો લેવાના ભાવથી ક્રોધિત ગુરુ ભક્તોને સમજાવવા માટે બાબા હરદેવસિંહજી મહારાજે એવી પ્રેમની વાંસળી વગાડી કે વિરોધ ની આગને ઠંડી કરી એક પ્રેમની ઠંડક ફેલાવી દીધી. અને દરેક લોકો એ કહેવા માટે મજબૂર થઈ ગયા કે આજ સદગુરુ છે કે જેમણે વેર-વિરોધ ને મટાવી એક એકત્વની ભાવના દરેક ભક્તોના હૃદયમાં પ્રગટ કરી કહ્યું કે, “ખૂન તો બહેના ચાહિયે મગર નાલીઓ મે નહી બલ્કે ઇન્સાન કી નાડીઓમે”. અને ત્યાર પછી રક્તદાન શિબિરોની શૃંખલા આરંભ થઈ, અને સાથે સાથે લોક સેવા અને પ્રભુ સેવાના કાર્યો નિરંતર ચાલી રહ્યા.આજે વર્તમાન સમયનાં સદ્દગુરુ માત્તા સુદિક્ષા જી મહારાજ બ્રહ્મજ્ઞાન દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી માનવ માત્રને એક પ્રભુ સાથે જોડી એક બનાવી વાસુદેવકુટુંબકંમની ભાવના સ્થાપિત કરી રહ્યા છે.આ પાવન અવસર પર દમણ-દીવનાં સાંસદ શ્રી લાલુભાઇ પટેલ પણ ઉપસ્થિત રહ્યા એમણે નિરંકારી મિશનના આ ભગીરથ સેવા કાર્ય રક્તદાન શિબિરની પ્રશંસા કરી, દમણ બ્રાન્ચ ના મુખી મહાત્મા શ્રી યોગેશ દમણિયાજીએ ફૂલોનો ગુલદસ્તો અર્પણ કરી એમનું ભાવભીનું સ્વાગત કર્યું અને ઉપસ્થિતિ બદલ એમનો આભાર વ્યક્ત કર્યો.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating