કોટિયાક નગર રામકથામાં કેવટ પ્રસંગમાં કથાકાર શુકલજી ખીલ્યા, શ્રોતાઓ ભાવ-વિભોર।
કોટિયાક નગર રામકથામાં કેવટ પ્રસંગમાં કથાકાર શુકલજી ખીલ્યા, શ્રોતાઓ ભાવ-વિભોરઆજે સાતમા દિવસે કથામાં રામ-ભરત મિલાપ પ્રસંગનું વર્ણનરાષ્ટ્રસેના દ્વારા આયોજિત રાંદેર રોડ પર કોટિયાક નગરમાં ચાલી રહેલી પ્રફુલભાઈ શુકલજીની રામકથામાં છઠ્ઠા દિવસે ઋષિકુમાર દ્વારા દેવભાષા સંસ્કૃતના પ્રવચન સાથે કથાનો આરંભ થયો હતો. આજે રામ વનવાસની કથાએ ફરીવાર શ્રોતાઓની આંખો ભીની કરી હતી તો કેવટ પ્રસંગમાં શ્રોતાઓને કથાકારે ડોલાવ્યા હતા.પાંચમા દિવસની કથામાં આયોધ્યા કાંડમાં પ્રવેશ કર્યા બાદ આજે કથાને આગળ વધારતા વ્યાસપીઠ પરથી શ્રી પ્રફુલભાઈ શુકલજીએ જણાવ્યું કે અયોધ્યામાં આવતીકાલે રામ રાજા થશે એવી દશરથ રાજાની જાહેરાતથી આખી અયોધ્યા હિલોળે ચઢી. પણ મંથરાએ મહારાણી કૈકેયીની મતિ ફેરવી નાખી. રાણી કોકભવનમાં જતા રહ્યા. મહારાજ દશરથને ખબર પડતા કોકભવન પહોંચ્યા અને રાણીને મનાવવા લાગ્યા. રાણીએ ભરતને ગાદી અને રામને 14 વર્ષનો વનવાસ એમ બે વચન માગ્યા. બીજુ વચન સાંભળીને દશરતજી ભૂમિ ઉપર પડી ગયા. વારંવાર મનાવવા વિવિધ પ્રકારના પ્રયત્નો કર્યા પણ રાણી માનતા નથી આખરે રામ વનવાસ નક્કી થયો. રામ, લક્ષ્મણ અને સીતાજી સન્યાસી વેશમાં અયોધ્યા છોડી વનગમન કરે છે. તમસા કિનારેથી નીકળીને શૃંગવેરપુરમાં ગૃહરાજ સાથે મિત્રતા કરી. બાદમાં રામ, લક્ષ્મણ અને જાનકી ગંગા કિનારે પહોંચે છે.. ભગવાન કેવટ પાસે નાંવ માગે છે પણ કેવટ ચોખ્ખી ના પાડી દે છે. “માગી નાવ ન કેવટ આના, કહઇ તુમ્હાર મરમ મેં જાના..” કેવટ પ્રભુના ચરણ ધોઈને જ હોડીમાં બેસાડવા કહે છે. ભગવાન રામ કેવટની દલીલોથી પ્રભાવિત થઈ હસી પડે છે અને કેવટની વાત સ્વીકારે છે. કેવટ ભગવાનના ચરણ ધોઈને હોડીમાં બેસાડે છે. ” આજની કથામાં કેવટ પ્રસંગમાં શ્રોતાઓએ કથાકારની શબ્દોની હોડીમાં બેસી જ્ઞાનની મુસાફરી કરી હોવાનો અહેસાસ કર્યો હતો. સાતમા દિવસની કથામાં રામ-ભરત મિલાપની કથાનું ગાન થશે. આજની કથામાં ચિંતન જોષી અને માક્ષિત રાજ્યગુરૂ દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.બાપુના સંગીતકારો વિનોદભાઇ પટેલ , ક્રિષ્ન શુક્લ, કિશન દવે , અર્જુન સોલંકી અને જીનલ પટેલ દ્વારા માતાજીના ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. કથામાં ભરતભાઇ શાહ (છાંયડો) , ધર્મેશભાઈ સામવેદી ઉપસ્થિત રહ્યા હતા તો અટલ આશ્રમના પૂ.શ્રી બટુકગીરી બાપુની પધરામણી થઈ હતી અને તેમણે આશીર્વચન આપ્યા હતા. આજનો નવચંડી યજ્ઞ ભગુભાઈ લાડ , હેમંતભાઇ જૈન , કમલેશભાઈ જૈન દ્વારા સંપન્ન થયો હતો. પ્રણયભાઈ રાજપુત , હંસાબેન મોરાવાલા ,ક્રિષ્નાબેન ભાવેશભાઈ પટેલ , વસુમતીબેન મિસ્ત્રી , વનિતાબેન શાહ અને દક્ષાબેન પટેલ દ્વારા પોથીપૂજન કરવામાં આવ્યું હતું.આજની કથાની રત્નકણિકા- માં-બાપના વચનના પાલન કરવાનો અવસર મળે એ પુત્ર ભાગ્યશાળી- તમારા ઘરમાં વડીલને રાજી રાખો તો ભગવાન આપોઆપ રાજી થશે- ગૃહરાજ જેવી મિત્રતા ભગવાન સાથે કોઈએ નથી નિભાવી- સત્ય સમાન કોઈ ધર્મ નથી- નિષ્કામ ધર્મ આગળ ભગવાનને માગવું પડે- દુખીની વેદના સુખી સમજી શકતા નથી- હિન્દુસ્તાનમાં જન્મ થવો એ પણ ભગવાનની જ કૃપા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating