કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં ચાર્ટર્ડ એકાઉન્ટ તેમજ જી.એસ. ટી. દિવસની ઉજવણી થઈ ।
કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં ચાર્ટર્ડ એકાઉન્ટ તેમજ જી.એસ. ટી. દિવસની ઉજવણી થઈ .વાપી : અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ, વાપીમાં વિધાઓની ઉજવળ કારકિર્દી અને ભવિષ્ય માટે સેમીનાર યોજીને ઉચ્ચતમ માર્ગદર્શન આપવામાં આવે છે. જે અંતર્ગત ચાર્ટડ એકાઉન્ટ દિવસની ઉજવણીમાં C.A. શ્રી જીતેન્દ્ર વર્માના વડપણ હેઠળ એક દિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લીધેલ તમામ વિધાર્થીમિત્રોને C.A. તથા G.S.T. કોર્ષ વિશે, ઉજવળ કારકીર્દી, તેમજ પરીક્ષાની તૈયારીઓ વિશે અને સામાજમાં C.A. તથા G.S.T. ના સ્થાન અને મોભા વિશે સાચી સમજ આપી હતી. વર્ષ ૨૦૦૮ થી કે.બી.એસ. કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજમાં C.A. પરીક્ષાનું કેન્દ્ર હોય દરેક વિધાર્થીઓને આ પરીક્ષા કેન્દ્રનો લાભ લેવા માટે આહવાન આપ્યું હતું. આ પ્રોગ્રામનું સંચાલન કોલેજના મદદનીશ પ્રાધ્યાપક શ્રી જીગ્નેશ પારેખ (CMA), તેમજ ડો. શત્વીનંદર કૌર ધાંન્જલે કર્યું હતું. આમ સમગ્ર પ્રોગ્રામ સફળ રહેતા કોલેજના આચાર્ય શ્રી ડો. પૂનમ બી. ચૌહાણે સેમીનારના મુખ્ય વક્તા C.A. શ્રી જીતેન્દ્ર વર્માના, દરેક વિધાર્થીગણ તેમજ સ્ટાફમિત્રોનો આભાર વ્યક્ત કરી C.A.ના ક્ષેત્રમાં ઉજવળ કાર્કીર્દી માટે શુભેચ્છા પાઠવી હતી.।
Average Rating