આજ રોજ વાપી શહેર યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું।
સવિનય સાથે જણાવવાનું કે, વાપી નગરપાલીકા હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૮ નાઝાબાઈ રોડ, શાકભાજી માર્કેટમાં આર.સી.સી. કામ તથા મચ્છી માર્કેટ રોડ ખાતે રોડ બનાવવાનું કામ વાપી નગરપાલીકાએ હાથ ઉપર લીધેલ હતું અને તે કામ ઠેકેદારે ત્રણ માસમાં પર કરવાની શરતે તેનું ટેન્ડર મંજુર કરેલ છે. પરંતુ સદર કામ હાથ ઉપર લીધાને આજે એક વર્ષ થવા આવેલ છે પરંતુ આજદિન સુધી સદર કામો ઠેકેદાર ધ્વારા પુર કરવામાં આવેલ નથી. તો સદર કામ કેમ વિલંબમાં મુકાયેલ છે તે બાબતે ઠેકેદાર સામે કાયદેસરની કાર્યવાહી કરી અધુરા કામો તાત્કાલીક પુરા કરાવવા વિનંતી.અગર જો તે કામ પુરા નહી કરતો હોય તો તે ઠેકેદારને બ્લેક લીસ્ટમાં લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા મારી અરજ છે.ઉપરોકત બાબતને ધ્યાનમાં લઈ અમો અરજદારે કરેલ રજુઆતને પ્રાધાન્ય આપી લોકઉપયોગી અધુરા કામો તાકીદે પુરા થાય એવી અરજ છે।
આજ રોજ વાપી શહેર યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં વાપી નગર પાલિકા હદ વિસ્તાર માં આવેલ વોર્ડ નં (8)માં,જે ન.પા,ના BJP ના સભ્ય અને હાલ ઉપપ્રમુખ નો વોર્ડ લાગે, નાઝાબાઈ રોડ,શાકભાજી માર્કેટ,મચ્છી માર્કેટમાં RCC રોડનું કામગીરી છેલ્લા 1 વર્ષથી બંધ કર્યું છે અને રસ્તાઓ પર ખાડાઓ ખોદી દેવામાં આવ્યા છે,વાપી ની જનતાને અવર જવર માં હેરાનગતી થાય છે અને શાકભાજીના વેપારીઓ ના વજન કાંટાઓ ઉચકીને હેરાન કરવામાં આવે છે અને વોટ માંગવા ઉત્તર ભારતીયો ને મોટા મોટા વચનો વાયદાઓ આપે છે BJP ના નેતાઓ અને જ્યારે તકલીફ ના સમયે ગાયબ થઈ જાય છે તે તમામ બાબતની રજૂઆત વાપી નગર પાલિકા ના ચીફ ઓફિસરશ્રી ને કરવામાં આવી અને ચીફ ઓફિસર શ્રી એ ટૂંક સમયમાં કામગીરી ચાલુ કરવામા આવશે તેવી બાયંધરી આપ્યું…આ કાર્યકર્મમાં યુથ કોંગ્રેસ પ્રમુખ વરુણ સિંગ ઠાકુર, વાપી નગર પાલીકાના વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલ, અને શાકભાજી ના વેપારી ઓ હાજર રહ્યા હતા.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating