વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્યામ પાન એન્ડ ટી” નામની શોપમાંથી પ્રતિબંધીત ઇ-સીગારેટ તથા વિદેશી ઇમ્પોર્ટેડ સીગારેટના જથ્થા સાથે દુકાનદારને કિં.રૂા.૪૧,૨૮૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી SOG વલસાડ।

Views: 379
2 0

Read Time:5 Minute, 46 Second

વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્યામ પાન એન્ડ ટી” નામની શોપમાંથી પ્રતિબંધીત ઇ-સીગારેટ તથા વિદેશી ઇમ્પોર્ટેડ સીગારેટના જથ્થા સાથે દુકાનદારને કિં.રૂા.૪૧,૨૮૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી SOG વલસાડ।વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્યામ પાન એન્ડ ટી” નામની શોપમાંથી પ્રતિબંધીત ઇ-સીગારેટ તથા વિદેશી ઇમ્પોર્ટેડ સીગારેટના જથ્થા સાથે દુકાનદારને કિં.રૂા.૪૧,૨૮૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી SOG વલસાડવલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.રાજદીપસિંહ ઝાલા સાહેબ નાઓ દ્રારા “નશામુક્ત વલસાડ” તેમજ નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તા નાબુદ કરવા માટે સુચના આપેલ જે અંતર્ગત વલસાડ જિલ્લા પોલીસ નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને ડામવામાં સફળ રહેલ છે. વધુમાં માનનીય પોલીસ અધિક્ષક સાહેબશ્રીને ધ્યાને આવેલ કે, જિલ્લામાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્સના હોલસેલ વિક્રેતાઓ દ્રારા ઇ-સીગારેટ, ભારતીય હેલ્થ વોર્નીંગ વગરની સીગારેટ તથા ઇ-હુક્કાનું ચોરીછુપીથી વેચાણ કરવામાં આવી રહેલ છે. જેથી આવા રી-ટેઇલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા-દુકાનદારોને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સુચનાઓ આપેલ તે અનુસાર વલસાડ SOG પો.ઇન્સશ્રી જે.એન.ગોસ્વામીનાં માર્ગદર્શન મુજબ SOG ના પો.સબ.ઇન્સ.શ્રી એન.સી.સગર તથા સ્ટાફના માણસો વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહી એ.એસ.આઇ વિક્રમભાઇ મનુભાઇને મળેલ બાતમી આધારે મોજે.વાપી, ગોકુલ વિહાર સોસાયટી પાસે આવેલ નક્ષત્ર પ્લાઝા શોપ નંબર ૧૦ શ્યામ પાન એન્ડ ટી” નામની દુકાનમાં રેઇડ કરી દુકાનદાર/આરોપી સાગર મનસુખભાઇ મીઠીયા ઉ.વ.૩૦, રહેવાસી, વાપી ને.હા.નં.૪૮, મહાવિરનગર, મહાવિર વિહાર એપાર્ટમેન્ટ ફલેટ નં.૩૦૪, તા.વાપી, જી.વલસાડ, મુળ રહે.મોટી પાનેલી, તા.ઉપલેટા, જી.રાજકોટ વાળાને ઝડપી પાડી તેની દુકાનમાં પ્રતિબંધિત ઇ-સીગારેટ તથા વિદેશી ઇમ્પોર્ટેડ સીગારેટ/સીગાર ઉપર તમાકુ ઉત્પાદન અધિનીયમ ૨૦૦૩ મુજબ સીગારેટના પેકેટ ઉપર ચોક્કસ પ્રકારની જોઇ શકાય તેવી જાહેર ચેતવણી સીવાયના સીગારેટ વેચાણ ઉપર પ્રતિબંધ છે જે જાહેર આરોગ્ય વિષયક ચેતવણી નહી દર્શાવેલ ઇમ્પોર્ટેડ સીગારેટનુ વેચાણ/સંગ્રહ કરી વિદેશી ઇમ્પોર્ટેડ સીગારેટ/ઇલેકટ્રોનીક-સીગારેટ મળી કુલ્લે કિંમત રૂ.૪૧,૨૮૦/-નો જથ્થો રાખી પકડાઇ જઇ ગુન્હો કરેલ હોય તેના વિરૂધ્ધમાં THE PROHIBITION OF ELECTRONIC CIGARETTES (PRODUCTION, MANUFACTURE, IMPORT, EXPORT, TRANSPORT, SALE, DISTRIBUTION, STORAGE AND ADVERTISEMENT) ACT, 2019 ની કલમ ૭ R/W૪ તથા ૮ R/Wપ મુજબ તથા તમાકુ નિયંત્રણ ધારો (COTPA) ૨૦૦૩ ની કલમ ૭(૧), ૨૦(૧)મુજબ વાપી ટાઉન પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરાવેલ છે.।આમ, વલસાડ જિલ્લાનું યુવાધન ભારતીય હેલ્થ વિનાની સીગારેટ, ઇ-સીગારેટ કે ઇ- હુક્કાના સેવનના રવાડે ચઢી નશાખોરી આચરી પોતાનું યુવાધન બરબાદ કરી રહેલ હોય. જેથી આ યુવાધન બરબાદ થતુ અટકાવવા અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સુદ્રઢ રીતે જળવાઇ રહે તે માટે પોલીસ અધિક્ષક સા.શ્રી દ્રારા આપવામાં આવેલ સખ્ત સુચના મુજબ આવનારા સમયમાં વલસાડ જિલ્લામાં આવેલ તમામ પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓ ઉપર વોચ ગોઠવી તેમના દ્વારા ભારતીય હેલ્થ વોર્નીંગ વિનાની સીગારેટ, ઇ-સિગારેટ, ઇ-હુક્કા કે આવી કોઇ અન્ય પ્રોડક્ટનું વેચાણ થતુ હશે તો તેમના ઉપર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવનાર છે.કામગીરીમાં સામેલ અધિકારી/ કર્મચારીશ્રીઓ:-સદર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.એન.ગોસ્વામી તથા પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી એન.સી.સગર, તથા એ.એસ.આઇ વિક્રમભાઇ મનુભાઇ રાઠોડ તથા હે.કો.સહદેવસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ તથા આ.હે.કો. ઓમપ્રકાશ રણબહાદુરસિંહ રાજપુત તથા પો.કો. કુલદિપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા પો.કો અરશદ યુસુફભાઇ વ્હોરા નાઓ સામેલ હતા।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like