આજરોજ તા. ૪/૭/૨૦૨૩ ને મંગળવાર ના દિવસે સમસ્ત આદિવાસી સમાજ, પારડી. દ્વારા આદિવાસી દીકરીઓ ઉપર દિનપ્રતિદિન વધતાં જતાં અત્યાચારો ના વિરોધમાં પારડી મામલતદારશ્રી મારફતે ગુજરાત રાજ્ય ના ગૃહમંત્રીશ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ ।

Views: 528
1 0

Read Time:2 Minute, 4 Second

આજરોજ તા. ૪/૭/૨૦૨૩ ને મંગળવાર ના દિવસે સમસ્ત આદિવાસી સમાજ, પારડી. દ્વારા આદિવાસી દીકરીઓ ઉપર દિનપ્રતિદિન વધતાં જતાં અત્યાચારો ના વિરોધમાં પારડી મામલતદારશ્રી મારફતે ગુજરાત રાજ્ય ના ગૃહમંત્રીશ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ સમગ્ર ગુજરાત રાજ્યમાં આદિવાસી સમાજ ની દીકરીઓ ઉપર બળાત્કાર કરી હત્યા કરી દેવી….માનસિક ત્રાસ આપી આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવી.. આદિવાસી શ્રમજીવી પરિવારની દીકરી બળાત્કાર જેવી ઘટના ની ત્રાસદી ભોગવી હાલ હોસ્પિટલમાં દયનીય પરિસ્થિતિ માં પથારીવશ જીવી રહી છે…તેવી આદિવાસી દીકરીઓ ને ન્યાય ત્વરિત ગતિથી પ્રાપ્ત થાય..આવા હીન કૃત્ય કરનાર નરાધમો‌ ને ફાંસી જેવી સખ્ત સજા થાય…તે માટે ગુજરાત રાજ્ય ના ગૃહમંત્રીશ્રી ને સંબોધી પારડી મામલતદારશ્રી મારફતે ઉપર જણાવ્યા મુજબ આવેદનપત્ર આપવામાં આવ્યું. આ આવેદનપત્ર આપવામાં સમસ્ત આદિવાસી સમાજ, પારડી તરફથી કપિલકુમાર કાંતિભાઈ હળપતિ, બિપીનભાઈ મોહનભાઈ પટેલ (એડવોકેટ), ધર્મેશભાઈ ચીમનભાઈ હળપતિ (કિલ્લા-પારડી), જીતેશભાઈ મનુભાઈ હળપતિ (તીઘરા-તા.પારડી), દેવેન્દ્રભાઈ રમેશભાઈ રાઠોડ (ઉદવાડા ગામ), વડીલશ્રી છોટુભાઈ નારણભાઈ હળપતિ (તીઘરા-તા.પારડી), સુનીલભાઈ હળપતિ (ઉમરસાડી દેસાઈવાડ), ગૌરવભાઈ (કિલ્લા-પારડી), સુરેશભાઈ પટેલ (કિલ્લા-પારડી), વિરલભાઈ રાઠોડ (ઉદવાડા ગામ) ઉપસ્થિત રહ્યા હતાં.જય જોહાર.જય આદિવાસી।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like