પ્રભુ ઉપવન જી આઈ ડી સી વાપી માં પતંજલિ પરિવાર દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવ ની ઉજવણી।
પરમ પૂજ્ય શ્રદ્ધેય સ્વામી રામદેવજી મહારાજ અને આયુર્વેદ શિરોમણી આચાર્ય બાલ કૃષ્ણજી મહારાજ ના દિવ્ય આશીર્વાદ સાથે દક્ષિણ ગુજરાત મહિલા રાજ્ય પ્રભારી આદ.તનુજા આર્ય ના માર્ગદર્શન માં ગુરુ પૂર્ણિમા ના પાવન અવસર પર વાપી તાલુકાના પતંજલિ યોગપીઠના પાંચ સંગઠન દ્વારા અગ્નિહોત્ર યજ્ઞ સાથે ગુરુ પૂર્ણિમા પર્વ ની ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમ માં વિશેષ મહેમાન માં લેડીસ એમ્પીર ના સંસ્થાપક આદ. લક્ષ્મીજી ગોયલ, લાયન્સ ક્લબ ઓરા અને એલ. ઈ. ઉડ્ડાન ક્લબ ના પ્રમુખ આદ.જ્યોતિજી શર્મા સાથે સંસ્થાના અન્ય અગ્રણીઓ તેમજ ભાજપા ના મહિલા કોર્પોરેટ આદ.અર્ચનાબેન ને યજ્ઞ પૂજન કરાવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું.પતંજલિ યોગપીઠ ના પાંચ સંગઠન ના અગ્રણી આદ.ધીરુભાઈ,કમલેશભાઈ ,રાજુભાઈ ભાલાની,હરીશભાઈ,યોગેશભાઈ તેમજ દમણ જિલ્લા ના પ્રમુખ આદ.રાજેન્દ્રભાઈ ની ટીમ પણ ઉપસ્થિત રહી.મહાનુભાવો એ ગુરુ નું મહત્વ દર્શાવી જણાવ્યું કે ગુરુ પૂર્ણિમા એટલે ઋષિ વેદ વ્યાસજી ની જન્મ તિથિ .જે માનવના ગુરુ તરીકે ઓળખાય છે.અને આ પાવન અવસર પર વ્યાસજી નું પૂજન કરાય છે.મહાનુભવોએ વક્તવ્ય માં જનાવ્યું કે ગુરુ વિના જીવન અધુરુ કહેવાય.ગુરુ શિષ્ય ના જીવન ને ઉન્નત બનાવી જીવન માં આવતી મુશ્કેલી થી પાર ઉતારે છે.ગુરુ સ્વ ને ઓળખવા સાથે પરમ ચૈતન્ય ની સમીપ જવાનો માર્ગ બતાવે છે. ગુરુના તપ, વાણી , જ્ઞાન ,આચર ,વિચાર અને વ્યવહાર નું અનુસરણ કરી જીવન જીવવાથી માનવ જીવન સાર્થક થઈ જાય છે. આપના શાસ્ત્ર મુજબ યોગેશ્વર શ્રી કૃષ્ણજી અને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામજી ના પણ ગુરુ હતા .પરંતુ એ જ શિષ્ય સદભાગી છે કે જે શિષ્ય ને સાચા ગુરુ મળ્યા હોય.મહાનુંભાવો દ્વારા ગુરુ વિશેની માહિતી જાણી આપની ભારતીય સંસ્કૃતિ સભ્યતા ની યાદ અપાવી.આ કાર્યક્રમ ને સફળ બનવા માટે વિશેષરૂપે પતંજલિ યોગપીઠ ના શિક્ષકો અને સાધકો નો સંપૂર્ણ સહકાર રહ્યો.આ કાર્યક્રમ ની ઉજવણી માટે જગ્યાની ફાળવણી વિશેષરૂપે હરહંમેશ ની જેમ એડવોકેટ આદ. રશ્મિકાબેન દ્વારા થઈ હતી.પતંજલિ પરિવારે આદ.રશ્મિકાબેનનો આભાર વ્યક્ત કર્યો।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating