28 જુલાઈ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિતે મહારાષ્ટ્ર મિત્ર મંડળ સ્કૂલ ખોડીયાર નગર, વાપીમાં વાપી એનિમલ રેસક્યુ ટીમ દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો।

Views: 412
1 0

Read Time:2 Minute, 18 Second

28 જુલાઈ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિતે મહારાષ્ટ્ર મિત્ર મંડળ સ્કૂલ ખોડીયાર નગર, વાપીમાં વાપી એનિમલ રેસક્યુ ટીમ દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો।આજ રોજ ૨૮ જુલાઈ સમગ્ર વિશ્વ માં વિશ્વ પ્રકૃતિ દિવસ એટલે કે વર્લ્ડ નેચર કંજરવેશન ડે તરીકે ઉજવવામાં આવે છે જળ, જંગલ અને જમીન આ ત્રણેય વગર કુદરતની કલ્પના કરવી અશક્ય છે. જંગલ છે તો વન્ય જીવ છે. જળ છે તો જળીય જીવોનું અસ્તિત્વ છે અને આપણા માટે તો જળ એ જ જીવન છે. વિશ્વમાં સૌથી સમૃદ્ધ દેશ એ જ છે જ્યાં જળ, જંગલ અને જમીન પર્યાપ્ત માત્રામાં હોય. આપણો દેશ નદીઓ, જંગલ અને વન્ય જીવ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. પ્રકૃતિ સુરક્ષિત રહેશે ત્યારે જ જીવન ટકી રહેશે. અને પ્રકૃતિ પ્રત્યેની જાગરૂકતાના હેતુથી દર વર્ષે 28 જુલાઇએ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ મનાવવામાં આવે છે. મહારાષ્ટ્ર મિત્ર મંડળ સ્કૂલ ખોડીયાર નગર, વાપીમાં આજ રોજ વાપી એનિમલ રેસ્ક્યું ટીમ દ્વારા અધ્યાપકો અને ભણતા વિદ્યાર્થીઓના હસ્તે શાળા ના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યો હતો જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ ઉત્સાહ પૂર્વક વૃક્ષા રોપણ કરવામાં આવ્યું સાથે સાથે વિદ્યાર્થીઓને પ્રકૃતિનું સંરક્ષણ કઈ રીતે કરવું અને પ્રકૃતિ આપણ ને કઈ રીતે ઉપયોગી છે એ વિશેની સંશિક્ષપ્ત માહિતી આપવામાં આવી અને અંતે શાળા પરિવાર દ્વારા બાળકોને પોતાના જન્મ દિવસે એક છોડ જરૂર થી વાવવાની પ્રતિજ્ઞા લેવડાવી।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like