તારીખ 29.07.23 નાં રોજ ઍક વ્યક્તિ નામે બાબુભાઈ સેખભાઈ વદાની ને એક ઝેરી સાપ ડંખ મારતા 108 એમ્બ્યુલન્સ ની મદદ માગી।
જેરી સાપ કરડેલા વ્યક્તિ ને વ્હારે આવી 108 એમ્બ્યુલન્સતારીખ 29.07.23 નાં રોજ ઍક વ્યક્તિ નામે બાબુભાઈ સેખભાઈ વદાની ને એક ઝેરી સાપ ડંખ મારતા 108 એમ્બ્યુલન્સ ની મદદ માગી આ કેસ શાહુડા 108 એમ્બ્યુલન્સ માં ફરજ બજાવતા ઇમરજન્સી મેડિકલ ટેકનીસિયન પ્રવિણ વણોલ અને પાઇલોટ માં ફરજ બજાવતા વિજયભાઈ ગાવિત ને મળેલ આ કેસ મળતા ની સાથે ની સાથે ફરજ બજાવનાર બંને કર્મચારી જરૂરી સાધનો અને દવાઓ ભેગી (એક્ઠી)કરી અને જરુરી માર્ગ દર્શન અને સલાહ સૂચન આપી ધટના સ્થળ પર જવા માટે રવાના થયાં ત્યાર બાદ ત્યાં ઘટના સ્થળ પર જઈ ને જોવા મળ્યું કે એક ભાઈ નામે(બાબુભાઈ સુખાભાઈ વદાની) જેમની ઉંમર એમની 50 વર્ષ છે અને એમના જમણા હાથ માં ઝેરી સાપ એ ડંખ મારેલ છે અને તે સૂતા સૂતા લોહી ની ઉલ્ટી કરે છે આ જોતાં ની સાથે જ ફરજ બજાવનાર બંને કર્મચારી અને આજુ બાજુના ઊભા રહેલાં વ્યક્તિ નાં મદદ થી આ 108 એમ્બ્યુલન્સ માં લેવા માં આવ્યાં ત્યાર બાદ આ દર્દી નાં જરૂરી વાઇટલ ચેક કરી ને અમદાવાદ 108 માં ફિજીસિયન Dr નાં માર્ગ દર્શન હેઠળ જરુરી સારવાર આંપી અને નજીક ના દવાખાને ( સરકારી હોસ્પિટલ કપરાડા) લઇ ગયેલ ત્યાં આ દર્દી ને ચેક કરતા Dr દ્વારા જાણવા મળ્યું કે કન્ડીશન વધારે ખરાબ છે અને આ દર્દી ને આઇસીયુ માં દાખલ કરવું પડશે જેથી અહીંયા સારવાર થશે નહીં આગળ લઇ જવા નાં હોવાથી વધું સારવાર માટે ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં લઇ જવુ પડશે ત્યાર બાદ આ દર્દી સગા ને સમજાવી વધું સારવાર અર્થે ધરમપુર સરકારી હોસ્પિટલમાં લઇ જવા માં આવ્યાં અને રસ્તા માં દર્દી ની જરૂરી સારવાર કરી જેમકે (ASV INJ.) એન્ટી સ્નેક વિનમ આપી અને માર્ગદર્શન હેઠળ સારવાર આપી ને દર્દી ને ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા…. ત્યાર બાદ દર્દી નાં સગાસબંધી એ 108 એમ્બ્યુલન્સ અને એમ્બ્યુલન્સ માં ફરજ બજાવનાર ઇમરજન્સી મેડિકલ ટેકનીશ્યન નો પ્રવિણ વાણોલ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો……
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating