શહીદ પ્રેમકુમાર પાટીલ ગાર્ડન જી આઈ ડી સી વાપી માં પતંજલિ મહિલા પરિવાર દ્વારા ૭૭ માં સ્વતંત્ર દિવસની ત્રિરંગા રેલી સાથે ઉજવણી।

Views: 434
1 0

Read Time:2 Minute, 0 Second

શહીદ પ્રેમકુમાર પાટીલ ગાર્ડન જી આઈ ડી સી વાપી માં પતંજલિ મહિલા પરિવાર દ્વારા ૭૭ માં સ્વતંત્ર દિવસની ત્રિરંગા રેલી સાથે ઉજવણી।પરમ પૂજ્ય શ્રદ્ધેય સ્વામી રામદેવજી મહારાજ અને આયુર્વેદ શિરોમણી આચાર્ય બાલ કૃષ્ણજી મહારાજ ના દિવ્ય આશીર્વાદ સાથે દક્ષિણ ગુજરાત મહિલા રાજ્ય પ્રભારી આદ.તનુજા આર્ય ના માર્ગદર્શન માં સ્વતંત્ર દિવસની વાપી મહિલા પતંજલિ પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમ માં સર્વ પ્રથમ શહીદ પ્રેમકુમાર પાટીલજી જેમણે દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપીને હમારા માટે જીવન સરળ ,સુગમ અને સ્વતંત્ર બનાવી ગયા એમના સ્મારક ફરતે ત્રિરંગા રેલી કરી ,ત્યાર બાદ ગાર્ડન માં રમતા નાના ભૂલકાંઓ તેમજ મહિલા પતંજલિ યોગ પ્રભારી,શિક્ષક્ તેમજ અન્ય મહિલાઓ કે જેઓ પણ આવા સુંદર અવસર માટે સહભાગી થઈ રાષ્ટ્રગાન નો લાભ લઈ ધન્યતા અનુભવી.ત્યારબાદ દેશભક્તિ ગીતો સાથે સહભાગી લોકો ઝૂમ્યા.અંતમાં પતંજલિ બહેનો દ્વારા ચોકલેટ અને પતંજલિ બિસ્કિટ ની વહેચણી કરી અને આનંદ સાથે ઘર તરફ પ્રયાણ કર્યું.હવે ભવિષ્યમાં ક્યારેય આપના ગુલામીના દિવસો ન આવે એ માટે સતર્ક રહીશું.અને ફરીથી આપનો દેશ સોનાની ચિડિયા જેવોજ બને એવો આશા સાથે.🙏🏿ભારત માતા કી જય જય હિન્દ જય જવાન જય કિસાન 🙏🏿

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like