વાપીની શ્રી એલ.જી.હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલના વિદ્યાર્થીઓ વક્તૃત્વ સ્પર્ધામાં ઝળક્યા।
વાપીની શ્રી એલ.જી.હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલના વિદ્યાર્થીઓ વક્તૃત્વ સ્પર્ધામાં ઝળક્યા।વાપીનાં કન્નડા સંઘ દ્વારા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં વલસાડ જીલ્લાની 25થી વધુ શાળાઓએ ભાગ લીધો હતો. વાપીની શ્રી એલ.જી.હરિઆ સ્કુલનાં વિદ્યાર્થીઓએ આ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો.જેમાં ગૃપ-1 માં ( ઇમ્પોર્ટન્સ ઓફ શેરિંગ ) વિષય ઉ૫૨ ધોરણ-4ની વિદ્યાર્થીની ઉમૈકા ભારદ્વાજે પોતાનુ વક્તવ્ય આપી બીજા ક્રમે તેમજ ગૃપ-3 માં ધોરણ-10નો વિદ્યાર્થી રિગ્વેદ મિશ્રા ( કયા મફ્ત સુવિધાર્યે અર્થવ્યવસ્થા ૫૨ લંબે સમય મે એક અપૂર્ણિય ક્ષતિ બન શકતી હૈ) વિષય ઉપર પોતાનુ વક્તવ્ય આપી બીજા ક્રમે રહ્યા હતા.જયારે ગૃપ-4માં ધોરણ 11નો વિદ્યાર્થી હર્ષ રાજપુરોહિત તત્કાળ રજૂ કરવાના વિષય ( યદિ મૈ ટમાટર હોતા ) ઉ૫૨ પોતાનું વક્તવ્ય રજૂ કર્યુ હતુ જેમાં પ્રથમ સ્થાન મેળવી શાળાને ગૌરવ અપાવ્યુ છે.આ પ્રતિયોગિતામાં ઓવરઓલ ચેમ્પિયનશીપ ટ્રોફી શાળાને મળતા સૌ માં ખૂબજ આનંદની લાગણી પ્રવર્તિ હતી.શાળાના મેનેજમેંટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીઓ તેમજ તેમની માર્ગદર્શક ટીમને અભિનંદન પાઠવ્યા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating