આંતર રાજ્ય ગેંગના સાગરીતોને પકડી પાડી અલગ અલગ રાજ્યોના વાહન ચોરીના કુલ-૬ ગુનાનો ભેદ ઉકેલતી વલસાડ જીલ્લા SOG

Views: 489
1 0

Read Time:7 Minute, 55 Second

વાપી GIDC પો.સ્ટે. વિસ્તારમાંથી બે મહીના પહેલા ચોરાયેલ ઇનોવા ક્રિસ્ટા કાર ચોરી કરનાર આંતર રાજ્ય ગેંગના સાગરીતોને પકડી પાડી અલગ અલગ રાજ્યોના વાહન ચોરીના કુલ-૬ ગુનાનો ભેદ ઉકેલતી વલસાડ જીલ્લા SOGગઇ તારીખ.૨૦/૦૪/૨૦૨૩ ના રોજ મોજે.વાપી GIDC વી.આઇ.એ બિલ્ડીંગના પાર્કીંગમાં રાત્રીના સમયે પાર્ક કરેલ એક સફેદ કલરની ટોયેટા ઇનોવા ક્રિસ્ટા કાર નં.GJ-15-CG-8751 કિ.રૂા.૧૫,૦૦,૦૦૦/- ની ત્રણથી ચાર અજાણ્યા ચોર ઇસમોએ એકબીજાની મદદગારી કરી કોઇ સાધન વડે કારનો કાચ તોડી ડુપ્લીકેટ ચાવી વડે ચાલુ કરી ચોરી કરી નાશી ગયેલ હતા જે અંગે ફરીયાદીશ્રી સંદિપ નિરંજન ચાંપાનેરી રહે,ચણવઇ અતુલ વલસાડ નાએ વાપી જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા ગુના રજીસ્ટર નંબર.૧૧૨૦૦૦૪૯૨૩૦૬૫૨/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯, ૧૧૪ મુજબનો ગુનો દાખલ થયેલ હતો. ઉપરોક્ત વણશોધાયેલ ગુનો તાત્કાલીક અસરથી શોધી કાઢવા અને આવા મિલકત સંબંધી અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવા સારૂ વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ.રાજદીપસિંહ ઝાલા નાઓના માર્ગદર્શન અને સુચના આધારે પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.એન.ગોસ્વામી એસ.ઓ.જી વલસાડ તથા એસ.ઓ.જી ના પો.સ.ઇ શ્રી એન.સી.સગર તથા સ્ટાફના માણસો ઉપરોક્ત ગુનો શોધી કાઢવા સારૂ પ્રયત્નશીલ હતા દરમ્યાન અ.હે.કો દિગ્વિજયસિંહ વાઘેલા તથાપો.કો કુલદિપસિંહ ઝાલા નાઓને સંયુકત ખાનગી રાહે મળેલ બાતમી આધારે મોજે.વાપી જી.આઇ.ડી.સી યુ.પી.એલ ઓવરબ્રિજના દક્ષિણ છેડેથી એક નંબર વગરની ગ્રે મેટાલીક કલરની ટોયોટા કંપનીની ઇનોવા ક્રિસ્ટા કાર સાથે ત્રણ આરોપીઓને તેમના કબજાની કારમાંથી કાર ચોરી કરવાના સાધનો સાથે પકડી પાડી સી.આર.પી.સી કલમ ૪૧(૧)ડી મુજબ તાબામાં લઇ આગળની વધુ કાર્યવાહી માટે વાપી જી.આઇ.ડી.સી પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.ટૂ પકડાયેલ આરોપીઓ:-(૧) જશપ્રિતસિંગ ઉર્ફે અમનદીપ ઉર્ફે જશી S/O ઉજાગરસિંગ (અરોરા), ઉ.વ.૩૯, હાલ રહે.એકસ સર્વિસમેનસોસાયટી, કલમબોલી, ન્યુ મુંબઇ, મહારાષ્ટ્ર મુળ રહે.અમૃતસર પંજાબ, (૨) ક્રિષ્ના ઉર્ફે સચીન S/O દૈવીશંકર વર્મા ઉ.વ.૩૩ હાલ.રહે.પનવેલ, મહારાષ્ટ્ર મુળ રહે.રાયબરેલી ઉત્તરપ્રદેશ,(3) પરમિન્દરસીંગ S/O ઉપકારસીંગ (અરોરા), ઉ.વ.ઉ.વ.૩૯, હાલ રહે.એકસ સર્વિસમેન સોસાયટી, કલમબોલી ન્યુ મુંબઇ મહારાષ્ટ્ર તથા કૌશલપુરી, થાના.નજીરાબાદ, જી.કાનપુર ઉત્તરપ્રદેશ મુળ રહે. લુધીયાણા, પંજાબ.,* કબજે કરેલ મુદ્દામાલ :-(૧) નંબર વગરની ઇનોવા કાર કિ.રૂા.૯,૦૦,૦૦૦/-(૨) એક એકસપેડ ઇલાઇટ ડીઝીટલ ડીસ્પ્લે કિ-પ્રોગ્રામર ટુલ સાથે કિ.ગ.૧,૦૦,૦૦૦/-(૩) મોબાઇલ ફોન નંગ-૭ કિં.રૂા.૫૧,૦૦૦/-(૪) એક બ્લ્યુ કલરની સ્માર્ટ-કિ તેના પાવર નંગ-૬ સાથે કિ.રૂા.૨૦,૦૦૦/- (૫) એક VVDI MINI KEY TOOL કિ-જનરેટર ટુલ કિ.રૂા.૧૦,૦૦૦/-(૬) એક કાળા-લાલ કલરનું ઓ.બી.ડી કેબલ ચાર્જર સાથે કિ.રૂા.૨૦૦૦/-(૭) ધાતુનુ એક ટી પાનુ જેની આશરે કિ.રૂ.૧૦૦/-(૮) એક ધાતુની કટર બ્લેડના પેકેટ સાથે કિં.રૂ.૧૦૦/- મળી લે કિંમત રૂ।૧૦,૮૩,૨૦૦/-* ડીટેકટ થયેલ ગુનાઓ:-(૧) વાપી જી.આઇ.ડી.સી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૦૦૪૯૨૩૦૬૫૨/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ (ર) મહારાષ્ટ્ર, પુના ગ્રામીણ, રાજનગાવ પો.સ્ટે. ગુ.ર.નં.૨૨૯/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ(3) તામીલનાડુ રાજયના સેલમ સીટી અસ્થમપટ્ટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨/૨૦૨૩ ઇ.પી.કો ૩૭૯ (૪) કર્ણાટક રાજય મૈસુર સીટી સરસ્વતીપુરમ પો.સ્ટે. ગુ.ર.નં.૭૨/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ(૫) આંધ્રપ્રદેશ, ઇસ્ટ ગોદાવરી જિલ્લાના પ્રકાશનગર પો.સ્ટે.ગુ.ર.નં.૧૮૧/૨૦૨૩ ઇ.પી.કો ૩૭૯ મુજબ (૬) છત્તીસગઢ, રાયપુર સીટીના સીવીલ લાઇન્સ પો.સ્ટે. ગુ.ર.નં.૨૯૧/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ।* પકડાયેલ આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ:- જશપ્રિતસિંગ ઉર્ફે અમનદીપ ઉર્ફે જશી S/O ઉજાગરસિંગ(૧) મહારાષ્ટ્ર પનવેલ પો.સ્ટે. ગુ.ર.નં.૩૭૦/૨૦૧૪ IPC કલમ ૩૭૯ મુજબ(૨) મહારાષ્ટ્ર પુના લોની કાલભોર પો.સ્ટે. ગુ.ર.નં.૩૩૫/૨૦૧૪ IPC કલમ ૩૭૯ મુજબ(૩) મહારાષ્ટ્ર કમોટે પો.સ્ટે.ગુ.ર.નં.૧૯૪/૨૦૧૪ IPC કલમ ૩૯૯,૪૦૨ તથા આર્મ્સ એકટ કલમ ૨૫, ૩ મુજબ(૪) મહારાષ્ટ્ર ઔરંગાબાદ સીલોદ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૯૨/૨૦૧૪ IPC કલમ ૩૭૯ મુજબ (૫) મહારાષ્ટ્ર નાગપુર વાડી પો.સ્ટે.ગુ.ર.નં.૮૦/૨૦૧૫ IPC કલમ ૩૭૯, ૩૪ મુજબ(૬) મહારાષ્ટ્ર શિવાજીનગર પો.સ્ટે. ગુ.ર.નં.૧૫૧/૨૦૧૫ IPC કલમ ૩૭૯, ૩૪, ૪૧૧ મુજબ(૭) મહારાષ્ટ્ર વિરાર પો.સ્ટે. ગુ.ર.નં.૧૦૫૦/૨૦૨૦ IPC કલમ ૩૭૯, ૩૪ મુજબ(૮) મહારાષ્ટ્ર નવી મુંબઇ કલમબોલી પો.સ્ટે. ગુ.ર.નં.૧૫૫/૨૦૧૨ IPC કલમ ૩૭૯ મુજબક્રિષ્ણા ઉંર્ફે સચીન S/O દેવીશંકર વર્મા(૧) મહારાષ્ટ્ર નવી મુંબઇ કલમબોલી પો.સ્ટે. ગુ.ર.નં.૫૧/૨૦૧૯ IPC કલમ ૩૭૯, ૪૬૫, ૪૬૮ મુજબ(૨) મહારાષ્ટ્ર નવી મુંબઇ કલમબોલી પો.સ્ટે. ગુ.ર.નં.૧૮૯/૨૦૧૯ IPC કલમ ૩૭૯, ૪૧૧, ૩૪ મુજબ(૩) મહારાષ્ટ્ર ડી.સી.બી. સી.આઇ.ડી,પો.સ્ટે. ગુ.ર.નં.૧૭/૨૦૧૯ IPC કલમ ૩૭૯, ૪૬૭, ૪૭૧, ૩૪ મુજબ(૩) મહારાષ્ટ્ર નેરૂલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૪૪/૨૦૧૦ IPC કલમ ૩૭૯, ૪૧૧, ૩૪ મુજબઆમ, વાપી GIDC પો,સ્ટે વિસ્તારમાંથી બે મહીના પહેલા ચોરાયેલ ઇનોવા ક્રિસ્ટા કાર ચોરી કરનાર આંતર રાજ્ય ગેંગના સાગરીતોને પકડી પાડી અલગ અલગ રાજ્યોના વાહન ચોરીના કુલ-૬ ગુનાનો ભેદ ઉકેલવામાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ વલસાડની ટીમની મહત્વની સફળતા મળેલ છે.* કામગીરીમાં જોડાયેલ અધિકારી/કર્મચારી:-શ્રી જે.એન.ગોસ્વામી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી વલસાડ તથા શ્રી એન.સી.સગર પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.ઓ.જી વલસાડ તથા અ.હે.કો દિગ્વિજયસિંહ વિક્રમસિંહ તથા પો.કો કુલદિપસિંહ ધર્મેન્દ્રસીંહ તથા પો.કો સમ્રાટ ભુદરભાઇ તથા પો.કો નવીનકુમાર સુભાષચંદ્ર નાઓ સામેલ હતા.।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like