વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા નુ ગૌરવ।
વાપી નગરપાલિકા દ્વારા મેરા શહર મેરી પહેચાન -2024 અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણ નુ આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સર્વેક્ષણમાં વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા એ ખાનગી શાળાઓની કેટેગરીમાં સ્વચ્છતા ના તમામ માપદંડો પૂર્ણ કરી પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. વાપી નગરપાલિકા દ્વારા શાળા ને પ્રથમ પુરસ્કાર માટે પ્રમાણપત્ર અેનાયત કરી શાળા ના આચાર્યા શ્રીમતી બીની પૌલ અને એચ આર અને એડમિન હેડ શ્રી વિજય રાઉન્ડલ ને શુભેચ્છા પાઠવી અને શાળા દરેક પ્રવૃત્તિઓ માં ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામના વ્યક્ત કરી. શાળા ના મેનેજમેન્ટ અને ટ્રસ્ટી ગણે પણ શાળા ને મળેલ પુરસ્કાર માટે સૌને અભિનંદન પાઠવ્યા।
Average Rating