આજે પદ્મશ્રી ભીખુદાન ભાઇ નો જન્મદિવસ.તારીખ -૧૯/૯/૧૯૪૮ ના રોજ જન્મેલ ભીખુદાનભાઇગઢવી, જે ચારણ સમાજ નુગૌરવ છે।
એમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ તેમજ સંગીત નાટક અકાદમી પુરસ્કાર, કાગ એવોર્ડ, તુલસી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલ છે… આજ ના એમના જન્મદિવસ પર એમને હાર્દિક શુભકામનાઓ…દેશના ચારણ-ગઢવીઓની જીભે, કહેવાય છે કે, સાક્ષાત્ મા સરસ્વતી બિરાજમાન હોય છે. તેમની વાણીમાંથી જાણે અસ્ખલિત અમૃત ધારા વહેતી હોય છે. આ દેવીપુત્રોની પરંપરાને અને ગુજરાત-સૌરાષ્ટ્રના સમૃદ્ધ લોકસાહિત્યને દેશ-વિદેશમાં ગુંજતું કરી અમરત્વ પ્રદાન કરનારું એક રુડું નામ એટલે પદ્મશ્રી ભીખુદાન ગઢવી. તેમને જન્મ દિવસની શુભેચ્છા. શ્રી ભીખુદાને ગુજરાતની સંસ્કૃતિ, લોક-સાહિત્ય અને પૌરાણિક વાર્તાઓને પોતાના પહાડી પણ મધુર કંઠ વડે પીરસી લાખો લોકોના હૃદયમાં અમૂલ્ય સ્થાન મેળવ્યું છે. માં સોનલ ની કૃપા તેમના પર કાયમ બની રહે અને આપણને તેમની વાણીનો પ્રસાદ-પ્રવાહ અવિરત મળતો રહે તેવી પ્રાર્થના
Average Rating