વાપીની શ્રી એલ.જી.હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં સ્વાતંત્ર્યદિનની ઉજવણી ક૨વામાં આવી તેમજ વિજ્ઞાનપ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યુ।
વાપીની શ્રી એલ.જી.હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં સ્વાતંત્ર્યદિનની ઉજવણી ક૨વામાં આવી તેમજ વિજ્ઞાનપ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યુ।વાપી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી એલ.જી.હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં સ્વાતંત્ર્યદિનની ઉજવણીના ભાગ રુપે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં અતિથી વિશેષ તરીકે મેહાલી પેપર્સ પ્રા.લિ.નાં ચેરમેન શ્રી અલીભાઇ નાથાણી ઉપસ્થિત રહ્યા હતા તેમજ શાળાના ચેરમેન શ્રી કાંતિલાલ હરિઆ, મેનેજીંગ ટ્રસ્ટી શ્રી એ.કે.શાહ, શ્રી ઉજજવલ શુક્લા એક્ટિંગ ચેરમેન સ્કુલ કમિટી મેમ્બર, શ્રીમતી કમળાબેન તેમજ શ્રીમતી ભારતીબેન સુમારિઆ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાતંત્ર્યદિનની ઉજવણીનાં ભાગ રુપે અતિથી વિશેષ શ્રી અલીભાઇ નાથાણી ને શાળાનાં આચાર્યા શ્રીમતી બીની પૌલ દ્વારા દોરી લાવ્યા બાદ એમના કરકમલો દ્વારા ધ્વજારોહણ કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. ત્યારબાદ શાળામાં આયોજીત વિજ્ઞાન પ્રદર્શન (વિંગ્સ ઓફ વિસડમ) ને ખુલ્લુ મૂકવામાં આવ્યુ. બાળકોમાં રહેલી જીજ્ઞાસાવૃત્તિમાં વધારો થાય તેમજ વિજ્ઞાન પ્રત્યે રસ રુચિ કેળવાય એ હેતુથી શાળા ખાતે સુંદર વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ભવિષ્યમાં થનાર બાળ વૈજ્ઞાનિકો દ્વારા આ પ્રદર્શનમાં વિજ્ઞાનની શોધખોળ, માનવ મનોવિજ્ઞાન, જળ એજ જીવન છે, પ્રકૃતિના વિરોધી અને ભૌતિકશાસ્ત્રનો ખ્યાલ જેવા વિષય પર વિવિધ મોડેલ બનાવવામાં આવ્યા હતા. શાળાના સમગ્ર દ્રસ્ટિગણે તેમનો અમૂલ્ય સમય ફાળવી પ્રદર્શનને નિહાળી બાળકોએ બનાવેલ વિવિધ મોડેલની પ્રસંશા કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓએ તેમના માર્ગદર્શક વિજ્ઞાન શિક્ષકો સાથે ખૂબજ મહેનત કરી હતી. શાળાના તમામ બાળકોએ તેમના વાલીઓ સાથે પ્રદર્શન નિહાળી વિશેષ માર્ગદર્શન મેળવ્યુ હતુ અને પ્રદર્શનના વિવિધ મોડેલોની જાણકારી માટે ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો.ત્યારબાદ 2.5 થી 3 વર્ષના બાળકો માટે પ્લે સ્કુલ હરિઆ બુમ પાર્કનું અતિથી વિશેષ દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યુ. નાનાં ભુલકાંઓ માટેની વિવિધ એક્ટિવિટી ગેમ તેમજ અનેક સુવિધાઓથી સજ્જ પ્લે એરિઆને નિહાળી વાલીઓ તેમજ વિશેષ નાના ભુલકાંઓ આનંદિત થઇ ગયા।સમગ્ર વિજ્ઞાન પ્રદર્શનને સફ્ળ બનાવવા માટે શાળાના વિજ્ઞાન વિભાગના શિક્ષકોની ટીમ અને શાળા વ્યવસ્થાપન સમિતિએ સુંદરવ્યવસ્થા ગોઠવી તે બદલ શાળાના આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળાના મેનેજમેંટ અને શાળા પરિવાર વતી સૌનો આભાર વ્યક્ત કર્યો।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating