કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં રેસીન આર્ટ પર વર્કશોપ યોજાયો।

Views: 259
2 0

Read Time:1 Minute, 58 Second

વાપી : અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ, વાપીમાંકોલેજના દરેક વિધાર્થીઓ ભણતરની સાથે જીવનમાં નવું શિખવાની ઘગશ રાખતા પ્રોયોગિક રીતે કંઈક નવુ કરીને સ્વાવલંબી બની શકે તે હેતુથી ભારત સરકારની સાંસ્કૃતિક સેવા અંતર્ગત “The Inovation Hub District Science Centere Dharampur” ના સહયોગથી કોલેજમાં ત્રિ- દિવસીય રેસીન આર્ટ પર વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યુ હતું. આ વર્કશોપમાં મુખ્ય માર્ગદર્શક તરીકે મિસ. ગાયત્રી બીસ્ટ (જુનીયર માર્ગદર્શક in The LH.D. Sceinece Centere, Dharampur) હાજર રહી હતી. વર્કશોપ દરમિયાન તેમણે ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીની મિત્રોને તેમનામાં રહેલ રચનાત્મક શક્તિઓને બહાર લાવવા માટે માર્ગદર્શન પૂરૂ પાડીને રેસીન આર્ટની વિવિધ પધ્ધતિઓ પણ બતાવી હતી. જેથી ભાગ લીધેલ વિધાર્થીનીઓમાં આંતરિક ક્રિયાત્મક શક્તિઓ અને સ્વ-હિંમત વઘતા જીવનમાં કંઈક હાસલ કરી શકશે તેવી અનુભૂતિ થઈ હતી. આ વર્કશોપનું આયોજન અને વ્યવસ્થા આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. ક્રિષ્ના રાજપૂત અને કુમારી રીઆ સી. દેસાઈ દ્વારા કરવામાં આવ્યુ હતું. આમ સમગ્ર વર્કશોપ સફળ રહેતા કોલેજના આચાર્ય ડો.પૂનમ બી ચૌહાણે માર્ગદર્શકનો અને વિધાર્થીનીઓનો આભાર વ્યક્ત કરી જીવનમાં સ્વાવલંબી બનવા શુભેચ્છા પાઠવી હતી।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like