વલસાડ ભીડભંજન મંદિરે લાભ પંચમી થી શ્રી રામકથા નો આરંભ થશે!!

Views: 415
1 0

Read Time:1 Minute, 54 Second

વલસાડ ભીડભંજન મંદિરે લાભ પંચમી થી શ્રી રામકથા નો આરંભ થશે!!વલસાડ જિલ્લા ના લાખો લોકો નું આસ્થા કેન્દ્ર ભીડભંજન મહાદેવ મંદિરે નવા વર્ષ ની શરૂઆત માં લાભ પંચમી થી કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની 857મી શ્રી રામ કથા નો મંગળ આરંભ થશે,આયોજકપુજ્ય શિવજી મહારાજ (બાપજી )જણાવે છે કે અયોધ્યામાં રામલાલા ની થઇ રહેલી પ્રાણ પ્રતિષ્થા ઉત્સવ ખુશાલી ની શરૂઆત ભીડભંજન મહાદેવ મંદિરે રામકથા થી કરવામાં આવશે જેની પોથી યાત્રા,,,,,,,,, થી નીકળશે, કથામાં સદગુરૂદેવ પૂજ્ય વિદ્યા નંદ સરસ્વતીજી મહારાજ, સંતો, મહાત્મા, કથાકારો, ઉપસ્થિત રહી ને આશીરવચન આપશે, કથા નો સમય દરરોજ બપોરે 3થી 6 રાખવામાં આવ્યો છે 18/11થી 26/11/2023કથા ચાલશે, આ પ્રસંગે યોજાયેલી પત્રકાર પરિષદ માં કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતું કે ઘણા સમયથી મારી અંતર ઈચ્છા હતી કે ભીડભંજન મહાદેવ ને રામ કથા સંભળાવું, કારણ કે શિવ ને અતિ પ્રિય રામ કથા છે પૂજ્ય શિવજી મહારાજ ની પેરણા થી આ અવસર આવ્યો છે મહાદેવ ના સાનિધ્ય માં રામ કથા કહેવી અને સાંભળવી મહાપુન્ય કાર્ય છે આ રામકથા ના આયોજન થી ભીડભંજન મહાદેવ ના ભક્તો અને સનાતન ધર્મ પ્રેમીઓ માં આનંદ ની લાગણી પ્રસરી ગઈ છે ભાવિકો આતુરતા થી લાભ પંચમી ની રાહ જોઈ રહ્યા છે।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like