વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ મા 37મા વાર્ષિકોત્સવ ની ઉજવણી કરવામાં આવી।

Views: 355
1 0

Read Time:2 Minute, 28 Second

હરિઆ ફિએસ્ટા ” અંતર્ગત વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ મા 37મા વાર્ષિક દિન ની ઊજવણી કરવામાં આવી. જેમાં અતિથિ વિશેષ તરીકે શ્રી કુલદીપ કુમાર નાયી (ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ) ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ સન્માનિય મહેમાન તરીકે વી આઈ એ પ્રમુખ શ્રી સતિષ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. શાળા ના ચેરમેન શ્રી કાન્તીલાલ હરિઆ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી એ કે શાહ, શાળા ના એક્ટિંગ ચેરમેન ઓફ સ્કૂલ કમિટી શ્રી ઉજ્જવલ શુકલા તેમજ સમગ્ર ટ્રસ્ટી ગણ ઉપસ્થિત રહ્યાં હતાં .કાર્યક્રમ નો શુભારંભ પધારેલ મહાનુભાવો તેમજ આચાર્યા શ્રીમતી બિન્ની પૌલ ના કર કમલો દ્વારા દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ ની શરૂઆત મંગલમય પ્રાર્થના દ્વારા કરવામાં આવી. શાળા ના પ્રિ-પ્રાયમરી વિભાગના બાળકો એ પંચતંત્ર ના વિષય દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. આમંત્રિત સર્વ મહાનુભાવો એ તેમનો અમૂલ્ય સમય અને સેવા આપવા બદલ શાળા ના આચાર્યા શ્રીમતી બિન્ની પૌલે શાળા પરિવાર વતી પુષ્પગુચ્છ આપી સન્માનિત કરી આભાર વ્યક્ત કર્યો. પધારેલ સર્વ મહાનુભાવો ના હસ્તે બાળકો એ સંપૂર્ણ વર્ષ દરમિયાન મેળવેલ વિવિધ સિદ્ધિઓ માટે ઈનામ વિતરણ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું.બાળકો ના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં તેઓ આ કાર્યક્રમને નિહાળી આનંદિત થઇ ગયા। શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બિન્ની પૌલે શાળા પરિવાર વતી બાળકો અને શિક્ષકો ને કાર્યક્રમ ની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like