દ્વિતીય પુણ્યતિથીવ્યક્તિ વિશેષ :- સ્વ. શ્રી. શાંતિલાલ શાહ જીવન ઝરમર અથર્વ વેદની પંક્તિ છે “કન મે દક્ષિણે હો, જો કે સત્ય માહિત” અર્થાત મારા જમણા હાથમાં કર્મ છે અને મારા ડાબા હાથમાં વિજય રહેલો છે.।
દ્વિતીય પુણ્યતિથીવ્યક્તિ વિશેષ :- સ્વ. શ્રી. શાંતિલાલ શાહ જીવન ઝરમર અથર્વ વેદની પંક્તિ છે “કન મે દક્ષિણે હો, જો કે સત્ય માહિત” અર્થાત મારા જમણા હાથમાં કર્મ છે અને મારા ડાબા હાથમાં વિજય રહેલો છે.જગતના તમામ માનવીઓ માટે ઈશ્વરનો એક અદલ નિયમ છે જે માણસનો જન્મ થાય છે તે માણસનું મૃત્યુ નક્કી છે. આ નિયમ હેઠળ જગતના માનવીઓની જીવનમાળા ચાલતી હોય છે. આ જીવનમાળાના વર્ષોમાં વ્યવસ્થા, શારીરિક તંદુરસ્તી તેમજ પરિસ્થિતિથી માનવી વાકેફ નથી રહેતો પણ આવા સંજોગોમાં પણ કોઈક વિરલ વિભૂતીઓ જગતમાં જન્મ લેતી હોય છે. એમના સત્તકર્મો તથા સેવાઓ અને જીવન વ્યવહાર થકી અમર થઈ જતી હોય છે. આજે આવી જ એક વિરલ અને સેવાભાવી વિભૂતીના વ્યક્તિત્વનું શાબ્દિક દર્શન કરાવવાનું મન થાય છે. જે વાચક મિત્રોને પ્રેરણાશ્રોત બની રહેશે. તા. ૧૯/૦૨/૧૯૪૮ ના દિવ્ય દિવસે શ્રી ખીમજીભાઈ શાહ અને રતનબેનના સુખી સંસારમાં એક અજોડ પૂત્રરત્નનું આગમન થયું હતું. આ અમુલ્યરત્ન એટલે સ્વ.શ્રી શાંતિલાલ શાહ. તેઓ શાંત, હસમુખા, નિખાલસ, સરળ, લાગણીશીલ, ખુબ જ ખંતીલા, ઉદાર તેમજ સજ્જન, નિષ્ઠાવાન, દાનવીર અને સમાજના વિકાસ હંમેશા માટે પ્રયત્નશીલ રહેતા. તથા વિઝન, મીશન, અને એકશનમાં માનનારા સનિષ્ઠ લીડર હતા. જેમણે સમાજના સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રમાં કાર્યરત રહી અલગ – અલગ ટ્રસ્ટ અને સંસ્થાઓમાં વિવિધ હોદાઓ સંભળી સમાજના વિકાસ માટે અમુલ્ય યોગદાન આપેલ છે. જેમ કે, ૧. જૈન સોશીયલ ગૃપ – વાપીના પ્રમુખ – ૧૯૯૬- ૯૭સેવા- ભાતૃભાવના પાયા પર રચાયેલ આંતર રાષ્ટ્રીય સંસ્થાના- લાયન્સ કલ્બ ઈન્ટરનેશનલ માં તેઓએ અત્યંત મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને તેઓ લાયનવાદમાં શ્રેષ્ઠ દાનવીર, ઉતમ નેતાગીરી અને ઉમદા ગુણો દ્વારા છવાયેલા રહ્યા હતા. ૨૦૦૩-૦૪ : લાયન્સ કલ્બ વાપી ઉધોગનગરના પ્રમુખ ૨૦૦૫-૦૬ : ઝોન ચેર પર્સન૨૦૦૭-૦૮ : ડીસ્ટ્રીકટ ટ્રેઝર જેવા હોદાઓ સફળતા પૂર્વક નિભાવ્યા હતા.।
GIDC જૈન સંઘ ટ્રસ્ટી૧. હાલારી વિશા ઓશવાળ સમાજ- પૂર્વ ઉપપ્રમુખ૨. સ્પંદન સંસ્થા (કલા અને સંગીત) આજીવન સભ્ય૩ લાયન્સ આઈ હોસ્પિટલ – પ્રોજેકટ ચેરમેન, ટ્રસ્ટી૪. શ્રી કૌશિક હરિયા એજ્યુકેશનલ ફાઉંડેશનલ – ટ્રસ્ટી૫. ફેડરેશન ઓફ કોરોગેરેડે બોક્સ મેન્યુફેકચરના પૂર્વ વાઈસ પ્રેસીડન્ટ ૬. અજીત સેવા ટ્રસ્ટ- રાતા પાંજરાપોળ ટ્રસ્ટી(વલસાડ જીલ્લા- દમણ- સેલવાસ)આવા ઉમદા, ઉદારમતવાદી અને સેવાભાવી શ્રી શાંતિલાલભાઈ શાહનું અણધારી ચીર વિદાયથી દરેકની લાગણીઓ દુભાઈ છે. પરંતુ ઈશ્વરના નિયમને કોઈ બાંધ નથી. દરેક માણસ જો શ્રી શાંતિલાલ શાહના માર્ગે સરળ, હસમુખો, દાનવીર અને નિખાલસ બનશે. તો જ આપણે તેમને સાચી શ્રધાંજલી આપતા આપણા જીવનમાં તેમને જીવંત રાખીશું.ઉમદા વિચાર અને વ્યક્તિત્વ ઘરાવતા, સ્વથી સમિષ્ટિ સુઘી કલ્યાણભાવના વિસ્તારતા પોતાના વિશાળ હદય થકી લોકોના દિલમાં સ્થાન મેળવનાર વિશિષ્ટ વ્યક્તિ એટલે શ્રી શાંતિલાલ શાહ(શાંતિમામા), શાંતિમામાના જીવન અને કાર્યોની જ્યોત હંમેશા આપણા કાર્યોમાં સળગતી રહે એવી પ્રાર્થના.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating