સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની ઝળહળતી સિધ્ધિ।
સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની ઝળહળતી સિધ્ધિ તારીખ:૦૧/૦૭/૨૦૨૨ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વ્રારા અપ્રિલ-૨૦૨૨ માં લેવાયેલી પ્રથમ વર્ષ બી. ફાર્મસીના પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાનું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વ્રારા તારીખ:૩૦/૦૬/૨૦૨૨ ગુરુવારના રોજ જાહેર કરેલ પરિણામમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ દર વર્ષની જેમ જી.ટી.યુ. ટોપ ટેનમાં રહેવાની પરંપરા આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ જાળવી રાખી છે. આ જાહેર થયેલા પરિણામમાં ત્રણ વિદ્યાર્થીઓ ૯.૭૯ એસ.પી.આઈ સાથે જી.ટી.યુ. ટોપ ટેનમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો અને ૧૮ વિદ્યાર્થીઓએ ૯.૦૦ થી વધુ એસ.પી.આઈ. મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે, જેમાં રાવત અંજલી અવતારસિંગ ૯.૭૯ એસ.પી.આઈ, દેસાઈ નિષ્ઠા જીજ્ઞેશકુમાર અને જેસીકા રાણા ૯.૭૯ એસ.પી.આઈ મેળવી સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી કોલેજ તથા વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે. આવી ઝળહળતી સિધ્ધી બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય. સ્વામી પૂરાણી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પુરાણી સ્વામી કપિલ જીવનદાસજી, પરમ પૂજ્ય રામસ્વામીજી, ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્ટીગણ, કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર ડો. શૈલેશ વી. લુહાર, કેમ્પસ ડીરેક્ટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating